Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૪: જામનગરના એક આસામીએ જુદા જુદા બે વ્યક્તિ સામે અનુક્રમે રૂ।.દોઢ લાખ તથા રૂ।.૫૦ હજારના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે બંને આરોપીને અનુક્રમે એક વર્ષ તથા છ મહિનાની સજા ફટકારી છે.
જામનગરમાં રાજ ખોડલ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં નાણા ધીરધારનો વ્યવસાય કરતા હરદેવસિંહ સદુભા ચુડાસમા પાસેથી બ્લેક સ્ટોન એનર્જી નામથી વ્યવસાય કરતા હરેશ બાબુલાલ લાંબાએ રૂ।.દોઢ લાખ છ મહિના માટે લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની હરદેવસિંહે અદાલતમાં ફરિયાદ કરી હતી.
આ કેસ ચાલી જતા અદાલતે હરેશ બાબુલાલ લાંબાને એક વર્ષની કેદ અને રૂ।.૧ લાખ ૪૦ હજારની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. આ જ રીતે ધર્મેન્દ્ર નાથાભાઈ સોલંકીએ પણ રૂ।.૫૦ હજારનું ધીરાણ લઈ આપેલો ચેક પરત ફર્યાની હરદેવસિંહ સદુભાએ ફરિયાદ નોંધાવી હતી.
તે કેસમાં અદાલતે આરોપી ધર્મેન્દ્ર નાથાભાઈને છ મહિનાની કેદ અને બાકી રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી, વિરાજસિંહ ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial