Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ મુદ્દામાલ રીકવરઃ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાયું:
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હજામપાડા વિસ્તારમાં રહેતા તથા લાખોની કિંમતના સોનાના દાગીના પહેરવાના શોખીન તરીકે જાણીતા આસીફ ઓસમાણ લાખાની હત્યા કરવામાં આવી હતી. તે અંગે પોલીસે બે આરોપી, એક સગીર વયના કાયદાથી સંઘર્ષિત તથા એક અન્યને પકડી પાડી લૂંટના ઈરાદે થયેલી આ હત્યાનો તમામ મુદ્દામાલ પકડી આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડીવાયએસપી મીત રૂદલાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી તમામ ઘટનાક્રમ જણાવાયો હતો.
આ બનાવમાં રામનગર વિસ્તારમાં રહેતા હાજા ભારમલ આશાણી ગઢવી નામના યુવાને એક કાયદાથી સંઘર્ષિત સગીર કિશોર સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાજો અને મૃતક આસીફ બંને પરિચિત હોય, કિશોર સાથે એક ઈકો ગાડીમાં આસીફને બેસાડી બંને વિરમદળથી વિંઝલપર જતા નિર્જન અવાવરૂ રસ્તા પર લાવેલા હતા અને ત્યાં તેને બોથડ પદાર્થ માથામાં મારી છરી જેવા તિક્ષણ હથિયારથી તેને ગંભીર ઈજા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તથા તેના શરીર પરથી ૩૯ તોલા સોનાના દાગીના કાઢી નજીકના સ્થળે સંતાડી તેઓ ભાગવા જતા પોલીસના હાથમાં આવી ગયા હતા.
બનાવ અંગે ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શનમાં ખંભાળિયા પીઆઈ સી.આર. રાણા, સ્ટાફ આરોપી હાજા ભારમલને સાથે રાખી ઘટનાસ્થળે ડીસ્કવરી કરી કઈ જગ્યાએ હત્યા કરી, દાગીના સંતાડયા હતા તે સ્થળેથી કાઢી આપ્યા હતા તથા કઈ રીતે ઈકો કારમાં લઈ જઈ કયા હત્યા કરી હતી તે અંગે નિદર્શન કરી દેખાડ્યું હતું. પકડાયેલા બંને આરોપી પાસેથી ૩૯ તોલા સોનાના દાગીના કિંમત રૂ।.૨૮ લાખ રોકડા રૂ।.૧૭૨૦૦ બનાવમાં વાપરેલી ઈકો ગાડી તથા છરી કબજે કરવામાં આવ્યા હતા.
ખંભાળિયા પીઆઈ રાણા દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર થયા છે. આરોપીઓ આ બનાવમાં અન્ય કોઈ છે કે કેમ? તેને કોઈએ મદદ કરી હતી કે કેમ? ફોન ડીટેઈલ તથા છેલ્લે ફોન વિગતો તથા અન્ય બાબતોની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial