Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ, બગીચા, પાર્કિંગ, ફૂડ કોર્ટ, બીચ વિકાસ વિગેરે સુવિધાઓ મળશે
ખંભાળીયા તા. ૩૦: રાજયના પૂર્વ પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના ખાસ પ્રયત્નોથી તથા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેકના સહિયારા પ્રયાસોથી હરસિદ્ધિ મંદિર નજીકનો વિકાસ થશે.
થોડા સમય પહેલા કરોડોના ખર્ચે રાજય સરકાર દ્વારા ભવ્ય હરસિદ્ધિ વનનું નિર્માણ કરાયું હતું. જે પછી પાર્કિંગની સવલતોની વ્યવસ્થા કરાઈ હતી, જે પછી પ્રવાસન વિભાગ દ્વારા આઠ કરોડના ખર્ચે મંદિરની નજીક તથા દરિયાની નજીક અને વિવિધ રસ્તાઓ પર સવલતો માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રવાસન વિભાગ દ્વારા અન્ય સવલતો માટે રૂ।. રપ કરોડનું ટેન્ડર પણ મંજૂર થયું છે. જેનું પણ કાર્ય શરૂ થશે.
અગાઉ પીડબલ્યુડી તંત્ર દ્વારા ખાસ ગ્રાન્ટ આપીને રૂ।. ૬૪ કરોડના ખર્ચે મુખ્ય નેશનલ હાઈવેથી મંદિર, મંદિરથી દરિયાકાંઠો હરસિદ્ધિ વન થઈને મંદિરની બીજી તરફથી નીકળે, તેવો રીંગ રોડ રૂ।. ૬૪ કરોડનો મંજૂર થયો છે. જેમાં ફોરટ્રેક રોડ તથા રોડની બન્ને તરફ વિશિષ્ટ વૃક્ષો બેસવા માટે બેંચો સહિતનો ભવ્ય વિશાળ રસ્તો બનનાર છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રપ કરોડ રૂપિયા મંજૂર થયા છે. જેમાં બીચનો પણ સમાવેશ થાય છે, તથા માંડવી-કચ્છની જેમ અહીં પણ પ્રવાસીઓ માટે બીચ ટુરીસ્ટ સ્થળનું આકર્ષણ ઊભું કરવામાં આવશે.
નગરના જામધર્માદા ટ્રસ્ટનું પણ આયોજન
તાજેતરમાં હરસિદ્ધિ મંદિર જેનું સંચાલન જામનગરના રાજવી જામધર્માદા ટ્રસ્ટ કરે છે. તેના રાજવી શત્રુશલ્યજી દ્વારા હરસિદ્ધિ મંદિરના વિકાસ માટે ખાનગી કંપની સાથે મળીને વિકાસનું આયોજન કરીને આ યાત્રાસ્થળનો વિકાસ કરવા એમઓયુ થયા હતાં. જેથી હરસિદ્ધિ માતાજીના ઐતિહાસિક સ્થળનો વિશિષ્ટ વિકાસ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial