Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર ત્રણ મહિને બેઠક યોજવાની ખાતરી પણ અપાઈઃ
જામનગર તા. ૫: બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને અમૂક સમસ્યા અંગે કેટલાક વાલીઓએ આંદોલન કર્યું હતું અને પ્રિન્સીપાલ કર્નલ મુલાકાત નહીં આપતા હોવાની ફરિયાદ કરી હતી. આખરે ગઈકાલે આ અંગે બેઠક યોજાતા પ્રશ્નનો સુખદ અંત આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.
બાલાચડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમૂક પ્રશ્ને કેટલાક વાલીઓ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વાલીઓ દ્વારા બાલાચડી સૈનિક સ્કૂલના પ્રિન્સીપાલ કર્નલ સાથે બેઠક કરવાની તૈયારી દર્શાવાઈ હતી પરંતુ કર્નલ મુલાકાત આપતા ન હતાં આથી આ મામલામાં સીઆરસીજી દ્વારા બાળ સંરક્ષણ આયોગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આખરે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થયા પછી ગઈકાલે અમૂક વાલીઓ-આગેવાનો અને કર્નલ વચ્ચે બેઠક યોજાઈ હતી.
ખાસ કરીને એક મુખ્ય બોર્ડ અધિકારીને ત્યાંથી દૂર ખસેડી દેવાયા છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીને પરેશાન કરવામાં આવતા હતાં. આ બાબતે પણ ઠપકો આપવામાં આવ્યો હતો. અને હવે દર ત્રણ માસે કર્નલ દ્વારા વાલીઓને મુલાકાત આપવામાં આવશે તેવી ખાતરી પણ અપાઈ હતી.
આમ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓના આંદોલનને બ્રેક લાગી છે અને સાનુકૂળ વાતાવરણમાં બેઠકોમાં નિર્ણય લેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial