Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસમાંની લડતને સફળતા
ખંભાળિયા તા. ૯: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે ખેડૂતોના પાકવીમાની રકમ ચૂકવવા હુકમ કરતા આ આનંદના સમાચાર અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કિસાન કોંગ્રેસના રાજ્ય પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ખેડૂતોની લડતનો વિજય બતાવ્યો છે.
તેમણે જણાવેલ કે ૨૦૧૭/૧૮ની સાલમાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ભારે પૂર તથા નુકસાન મુદ્દે લડત કરી હતી. જેને સફળતા મળતા ૨૦૧૭/૧૮નો પાક વીમો પંદર હજાર ખેડૂતોને ચુકવવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે.
જયારે ખેડૂતોના આ પ્રશ્ને કિસાન કોંગ્રેસે લડત શરૂ કરેલી ત્યારે ખેડૂતોને ભરમાવે છે તેમ સરકારના પ્રતિનિધિઓ કહેતા હતા ત્યારે આ પાક વીમા ચૂકવવાનો હુકમ એ તેમના માટે લપડાક સમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial