Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનના સુપ્રિમ લીડર તરીકે અયાતુલ્લા મુજતબા ખામેનાઈ નિમાયા

ટ્રમ્પે ધમકી આપી હતી કે તેને પૂછ્યા વિના નિમાશે તો ખતમ કરી દેવાશે

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૯: ઈરાનના સુપ્રિમ લીડર તરીકે મુજતબા ખામેનાઈ નિમાયા છે, જો કે આ પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે, જો અયાતુલ્લા ખામેનાઈના પુત્રની સુપ્રિમ લીડર તરીકે તેમને (ટ્રમ્પને) પૂછ્યા વિના નિમણૂક કરાશે, તો તેને પણ ખતમ કરી દેવાશે.

ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનાઈના પુત્ર મુજતબા ખામેનાઈને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રિમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

તેમના નામની જાહેરાત ઈરાની સરકારી ટીવીએ ગઈકાલે વહેલી સવારે કરી હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેમના પિતાના ર૮ ફેબ્રુઆરીના ઈઝરાયલી હુમલામાં મૃત્યુ પછી ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધે નવો વળાંક લીધો છે. મુજતબા ખામેનાઈને લાંબા સમયથી આ પદના મુખ્ય દાવેદારોમાંના એક માનવામાં આવતા હતાં.

જો કે, તેમણે ક્યારેય કોઈ ચૂંટાયેલું કે ઔપચારિક સરકારી પદ સંભાળ્યું નથી. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ઈરાન તેમને પૂછ્યા વિના નવો સુપ્રિમ લીડરન ચૂંટે.

બીજી તરફ ટ્રમ્પ ઉપરાંત ઈઝરાયલે ધમકી આપી હતી કે તેઓ ખામેનાઈના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઈરાનના સુપ્રિમ લીડર અયાતુલ્લા અલી ખામેનાઈનું ર૮ ફેબ્રુઆરીના યુએસ-ઈઝરાયલના હુમલામાં મૃત્યુ થયું હતું. અયાતુલ્લા ૧૯૮૯ માં રૂહોલ્લાહ ખામેનાઈના નિધન પછીથી ઈરાનના સર્વોચ્ચ નેતાના પદ પર બિરાજમાન હતાં.

ઈરાનમાં ૧૯૭૯ ની ઈસ્લામિક ક્રાંતિ દરમિયાન, જ્યારે શાહ મોહમ્મદ રઝા પહેલવીને હટાવવામાં આવ્યા, ત્યારે ખામેનાઈએે ક્રાંતિમાં મોટી ભૂમિકા ભજવી હતી.

ઈસ્લામિક ક્રાંતિ પછી રૂહોલ્લા ખામેનાઈના ૧૯૮૧ માં રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. તેઓ ૮ વર્ષ સુધી આ પદ પર રહ્યા. ૧૯૮૯ માં ઈરાનના સુપ્રિમ લીડર ખોમૈનીના મૃત્યુ પછી તેમને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા હતાં.

રિપોર્ટ અનુસાર અયાતુલ્લા ધર્મગુરુની એક પદવી છે. ઈરાનના ઈસ્લામિક કાયદા મુજબ સુપ્રિમ લીડર બનવા માટે અયાતુલ્લા હોવું જરૂરી છે. એટલે કે સુપ્રિમ લીડરનું પદ ફક્ત એક ધાર્મિક નેતાને જ મળી શકે છે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh