Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોડાઉન માલિકે પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૯: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રખડતા રહેતા એક યુવાને ઈન્દિરા રોડ પર આવેલા એક ગોડાઉનમાં જઈ શુક્રવારની સવારથી રવિવારની સવાર સુધીમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો તેની જાણ ગોડાઉન માલિકને થતાં તેઓએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ આદરી છે.
જામનગરના ગોકુલ નગરમાં આવેલા જકાતનાકાથી રોઝી પેટ્રોલપંપ વચ્ચે રખડતું ભટકતું જીવન ગુજારતા અને રોડ પર સૂઈ જતાં અમૃતભાઈ વાલજીભાઈ સિંહોરા નામના આડત્રીસ વર્ષના કોળી યુવાને શુક્રવારની સવારથી રવિવારની સવાર સુધીમાં આત્મહત્યા કરી લીધી છે.
ઉપરોક્ત યુવાન શુક્રવારથી રવિવાર સુધી ક્યાંય જોવા મળ્યા ન હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ઈન્દિરા રોડ પર આવેલા પાલાભાઈ આલાભાઈ ચાવડા નામના આસામીના ગોડાઉનમાં પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ કોઈ અકળ કારણથી પોતાની જાતે ગળાટૂંપો ખાઈ લીધો હતો. રવિવારે સવારે ગોડાઉન પર આવેલા પાલાભાઈને તેની જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. સિટી સી ડિવિઝનના જમાદાર એમ.એમ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial