Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની શાક માર્કેટ પાસે અંતિમ યાત્રા બસ ટ્રાફિકમાં અટવાઈઃ આડેધડ પાર્કિંગની સમસ્યા

તાલુકાના ૪ર ગામોના મધ્યસ્થ સ્મશાનના માર્ગે

                                                                                                                                                                                                       

દ્વારકા તા. ૯: દ્વારકા શહેરના હાર્દસમા શાક માર્કેટ ચોક વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન દિન-પ્રતિદિન વિકટ બનતો જાય છે. અત્યંત ભીડભાડવાળા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે શાકે માર્કેટ ચોકથી ગોમતી ઘાટ સુધીનો રસ્તો દિવસભર સતત ટ્રાફિકની સમસ્યાભર્યો જોવા મળે છે.

ઓખામંડળના બેતાલીસ ગામો વચ્ચે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું સ્મશાન પણ અહીંથી નજીક હોય, અંતિમ યાત્રા બસનો રૂટ પણ આ માર્ગમાંથી પસાર થતો હોય, અવારનવાર અંતિમ યાત્રા બસ અટકી પડે છે, જ્યારે કોઈ પરિવાર સ્વજનને અંતિમ વિદાય આપતું હોય ત્યારે ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગને કારણે ઊભી થતી અડચણ માત્ર શારીરિક થાક નહીં, પરંતુ માનસિક પીડા પણ વધારે છે ત્યારે માનવતાના ધોરણે પણ આ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે અત્યંત જરૂરી છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા, પોલીસ તથા સ્થાનિકો પહેલ કરે તે ઈચ્છનીય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh