Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે કેડેટ્સની સાયકલ રેલી

૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા મહિલા દિનની ઉજવણી

                                                                                                                                                                                                       

જામનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે ગઈકાલે વહેલી સવારે સાયકલ રેલી યોજવામાં આવી હતી. બેડેશ્વર સરકારી કોલોની સ્થિત નેવલ યુનિટથી બેડી પોર્ટ સુધી યોજાયેલી સાયકલ રેલીમાં વિવિધ શાળાના ૬૩ કેડેટ્સ, ર એસોસિએટ એનસીસી ઓફિસર્સ, ર કેરટેકર ઓફિસર્સ, ૧ર પીઆઈ સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો. સાયકલ રેલીનું ફ્લેગ ઓફ, સેકન્ડ ઓફિસર તોરલ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી અંતર્ગત કેડેટ્સ દ્વારા નારિશક્તિના મહાત્મ્યને દર્શાવતું નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુંદર ચિત્રો પણ દોરવામાં આવ્યા હતાં. રોમાંચક સાયકલ રેલીમાં એનસીસીના એક્તા તથા અનુશાસનના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાય દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh