Advertisement
Author: નોબત સમાચાર

એસ.એચ. રોડ ચેઈન્જ પર આવેલ સ્લેબ ડ્રેઈનમાં ડેમેજ હોવાથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

જામપર-મોરઝર વર્તુ ડેમ ફોટડી રોડથી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકાના તેઓના પેટા વિભાગ હસ્તકના જામપર-મોરઝર વર્તુ ડેમ ફોટડી રોડથી એસ.એચ. રોડ ચેઈનેજ ૭/૮૦૦ થી ૮/૦૦ પર આવેલ સ્લેબ ડ્રેઈનમાં સ્લેબ તથા પેરાપેટ ડેમેજ થયેલ તથા ચેઈનેજ ૯/૦૦ થી ૯/ર૦ પર સ્લેબ ડ્રેઈન જર્જરીત હાલતમાં હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩ (૧) (ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ સલામતીના ભાગરૂપે આ રસ્તાનો ભારે વાહનોનો ટ્રાફિક અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેથી, જામપર-મોરઝર વર્તુ કેમ ફોટડી રોડથી એસ.એચ.રોડ ચેઈનેજ પર આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે (૧) માનપર થી સ્ટેટ હાઈવે તરફ અંદાજીત ૪.૦૦ કી.મી. તથા (૨) કોટડી-ભોરીયા-કરશનપર તરફ અંદાજીત ૫.૮ કી.મી. જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ઉકત વૈકલ્પિક રોક સીંગલ પટ્ટીનો હોય તેમજ કાચો રોક હોય, જેથી આ સદરહુ રોડના સમારકામ તેમજ પહોળો કરવાની તાત્કાલીક જરૂરીયાત હોય, જેથી કરી સામ-સામે આવતા ભારે વાહનો સરળતાથી પસાર થઇ શકે જે બાબતો ધ્યાને લઇ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકાએ જરૂરી તમામ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ વૈકલ્પિક રસ્તાની શરૂઆત તથા અંતમાં કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકાએ ડાયવર્ઝન અંગેના સાઈનેઝ બોર્ડ જાહેર જનતા શરળતાથી વાંચી શકે અને રૂપષ્ટ રીતે જોઈ શકે તે મુજબ ફરજીયાતપણે પણ લગાવવાના રહેશે.તેમજ ભયજનક રસ્તાના ચેઈનેજ ૭/૮૦૦ થી ૮/ ૦૦ તથા ચેઈનેજ ૯/૦૦ થી ૯/૨૦ ને જરૂર ીયાત મુજબ બૈરીકેટીંગ કરી અને ભારે વાહનો ન પ્રવેશે તે રીતે બંધ કરવાનો રહેશે.

આ હુકમ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh