Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેડિકલના વિદ્યાર્થીને થોડા દિ' પહેલા દાખલો છેક અડધી રાતે મળ્યો હતો
ખંભાળીયા તા. ૫: ખંભાળીયા મામલતદાર કચેરીમાં દાખલા માટે અરજદારોને ધક્કા ખવડાવાય છે, તેવી રાવ ઉઠી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કલેકટર રાજેશ તન્ના ખૂબજ ઉત્સાહી હોય, અવારનવાર જુદા જુદા ગામો તાલુકા વિસ્તારોની સરકારી કચેરીઓમાં આકસ્મિક વીઝીટ લઈને તંત્રને દોડતું કરવા તથા તાજેતરમાં પડતર કેસો અંગે એક જ દિવસમાં બે વોર્ડ કરીને ૫૬ કેસોની સુનાવણી કરીને રેકર્ડ સર્જયો છે. ત્યારે ખંભાળીયા મામલતદાર કચેરીમાં રહેવાસી દાખલા તથા અન્ય દાખલાઓ માટે ધક્કા ખવડાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
થોડા સમય પહેલા એક વિદ્યાર્થીને જામનગર મેડિકલમાં પ્રવેશ માટે દાખલાની જરૂર પડતા દાખલો કાઢનાર મેડમ 'રજા' પર હોય, પાસવર્ડ પણ ના મળતા છેક રાત્રે ૧૧ વાગ્યે મામલતદારના પ્રયાસોથી દાખલો મળ્યો હતો.
એક જ વખતમાં દાખલો આપવાને બદલે બે ત્રણ ધક્કા ખવડાવવા પરથી જ દાખલા અપાતા હોવાની વ્યાપક ફરિયાદો પણ મામલતદાર કચેરી ખંભાળીયા સામે ઉઠી છે. ત્યારે તાજેતરમાં નવા મામલતદાર આવ્યા છે ત્યારે ખંભાળીયા શહેરની તથા તાલુકાની જનતાને આ પ્રશ્ને ન્યાય મળે તેવી માંગ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ આ મુદ્દે જુએ તેવી પણ લોક માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial