Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોકડ્રીલ દ્વારા આરોગ્યકર્મીઓને જાગૃત કરાયા
ખંભાળિયા તા. ૨૯: ફાયર સેફટી વીક અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મોકડ્રીલ દ્વારા આરોગ્યકર્મીઓને જાગૃત કરાયા હતા. અને આરોગ્ય સંભાળ સુવિધાઓ પર અગ્નિ સલામતી વિષય આરોગ્ય સંસ્થાઓમાં વેબિનાર યોજાયો હતો.
આ વર્ષે એકતામાં રહીએ, અગ્નિ સુરક્ષીત ભારતને પ્રજવલીત કરીએ* થીમ પર ફાયર સેફટી સપ્તાહની ઉજવણી તા. ૨૨ થી ૨૫ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકાની તમામ આરોગ્ય સંસ્થાઓ તા.૨૧ અને ૨૨ એપ્રિલના રોજ આરોગ્ય સંભાળ સુવિધાઓ પર અગ્નિ સલામતી* વિષય પર વર્ચ્યુઅલ વેબિનાર તથા રાષ્ટ્રવ્યાપી પ્રતિજ્ઞામાં જોડાયા હતા. તા.૨૩ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત ભવન, ખંભાળિયાના પ્રાંગણમાં આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે ફાયર સેફટી મોકડ્રીલમાં ભાગ લીધો હતો, જેમાં ડો. પ્રકાશ ચાંડેગા દ્વારા ફાયર સેફટી અંગે તથા ફાયર એક્સટીંગ્યુશરના ઉપયોગ વિશે તમામને માહિતગાર કર્યાં હતાં. વધુમાં આગ લાગે ત્યારે કયા પગલાં લેવા તેની સમજ આપવામાં આવી હતી.
દ્વારકા જિલ્લાના તમામ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરવા તથા નિયમિત મોકડ્રીલ યોજવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી. ચૌબિશાના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા પહેલ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial