Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાનમાં વધારો:

હાલારમાંથી શિયાળાની ધીમી ગતિએ વિદાયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે ઠંડીનું જોર ઘટી જતા સમગ્ર હાલાર પંથકમાંથી શિયાળાની ધીમે-ધીમે વિદાય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત્ દસ દિવસમાં લઘુતમ તાપમાનમાં ૭.પ ડીગ્રીનો વધારો થયો છે. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઉંચકાયને લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે ઠંડીનું જોર ખૂબ જ ઘટી જતા હવે હાલાર પંથકમાંથી શિયાળાની ધીમે-ધીમે વિદાય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૬૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh