Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હા અંગેની ફરિયાદ રદ્દ કરવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ

આરોપીએ સગીરા સાથે કરી લીધા છે લગ્નઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના સિક્કા ગામમાંથી સાત વર્ષ પહેલાં એક સગીરાના અપહરણની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે અપહરણ, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આરોપી ઝડપાયા પછી તેણે આ સગીરા સાથે લગ્ન કરી લીધાનું બહાર આવ્યું હતું. ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં તેણે કવોસીંગ પીટીશન કરી હતી. હાઈકોર્ટે તે ફરિયાદ રદ્દ કરવા હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાંથી વર્ષ ૨૦૧૮માં એક સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે વિક્રમસિંહ રણજીતસિંહ રાઠોડ ઉર્ફે મોતી સામે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોકસ એકટની કલમ ૪, ૬, ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ત્યારપછી આરોપી વિક્રમસિંહની ગયા સપ્ટેમ્બર મહિનામાં પોલીસે ધરપકડ કરી હતી. આ વેળાએ તે સગીરા સાથે વિક્રમસિંહે લગ્ન કરી લીધાનું ખૂલ્યું હતું. તે પછી આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં કવોસીંગ પીટીશન કરી ફરિયાદ રદ્દ કરવાની માગણી કરી હતી. હાઈકોર્ટે તે ફરિયાદ રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, મીત પાનસુરીયા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh