Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતની અંદાજપત્ર બેઠકઃ વર્ષ-ર૦ર૬-ર૭ નું બજેટ રજૂ થશે

આગામી તા. ૯મી ફેબ્રુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા. ૯-ર-ર૦ર૬ ના બપોરે ૧ર.૩૦ વાગ્યે જિલ્લા પંચાયત સભાગૃહમાં યોજવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ-ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહીને બહાલી આપવા, ૧પ મા નાણાપંચના કામોમાં ફેરફાર બાબત, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તકના સંપૂર્ણ ધોવાઈ ગયેલ કે રીપેરીંગ થઈ ન શકે તેવા નવા બનાવવાના થતા ચેકડેમોને રાજય સરકારના સિંચાઈ વિભાગને સોંપવા, જિલ્લા પંચાયતના વર્ષ-ર૦રપ-ર૬ ના સુધારેલ અંદાજપત્રને રજૂ કરવા, રાજકોટની રૂદ્રાચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને બ્લેક લીસ્ટમાં મૂકવા તથા ત્રણ વર્ષ માટે તેનું રજીસ્ટ્રેશન એબીયન્સમાં મૂકવા તેમજ સ્વસ્થ માઁ અને શિશુ યોજના કાર્યાન્વિત કરવા બજેટમાં નવા હેડ હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવાના મુદ્દાઓનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh