Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાનની દુકાને લઈ જઈ કરાવાયું રિ કન્સ્ટ્રકશન
ખંભાળીયા તા. ૬: ખંભાળીયામાં પાનની દુકાન ચલાવતા વેપારીએ ઉધારમાં મસાલા ખાઈ ગયેલા શખ્સો પાસે પૈસા માંગતા તેના પર હૂમલો કરાયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી. પોલીસે ચારેય આરોપીને પકડી પાડી બનાવવાળી દુકાને લઈ જઈ આરોપીઓ પાસે રિ કન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
ખંભાળીયાના સલાયા રોડ પર આવેલા ચાર રસ્તા પાસે પાનની દુકાન ચલાવતા સાજીદ ફિરોઝભાઈ રૃંઝા નામના વેપારીએ પોતાની પાસેથી ઉધારમાં પાન-મસાલો લઈ ગયેલા વિશાલ લગારીયા તેમજ હિરેન લગારીયા, મહેશ લગારીયા તથા કુલદિપસિંહ જાડેજા પાસે બાકી રકમની માંગણી કરતા સાજીદભાઈને દુકાનમાં ઘૂસીને આ શખ્સોએ ફટકાર્યા હતા.
આ હૂમલો તે દુકાનમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ પછી સોશ્યલ મીડિયામાં પણ તે વીડિયો વાયરલ થઈ ગયો હતો. પોલીસે પીઆઈ નિકુંજ જોશીની સૂચનાથી શરૂ કરેલી તપાસમાં વિશાલ લગારીયા સહિતના ચારેય આરોપી ઝડપાઈ ગયા હતા.
ત્યાર પછી પોલીસે ચારેય આરોપીઓને તે દુકાને લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે કાયદો હાથમાં લેનાર આવા શખ્સોને પદાર્થ પાઠ આપતા જણાવ્યું છે કે આવા કૃત્યો કરનાર સામે પોલીસ કડક હાથે કામ લેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial