Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંજો, ફોન, વજનકાંટો ઝબ્બે લેવાયઃ
જામનગર તા. ૬: ઓખા મંડળના મીઠાપુર નજીકના રૂપેણ બંદર પર એક મહિલાના રહેણાંકમાં એએનટીએફની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૨૪૦ ગ્રામ ગાંજા સાથે એક મહિલાની અટકાયત કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખા મંડળમાં મીઠાપુર વિસ્તારમાં એક મહિલાના મકાનમાં ગાંજાનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી એએનટીએફ ટુકડીએ મીઠાપુર પાસે રૂપેણ બંદર વિસ્તારમાં દરોડો પાડયો હતો.
ત્યાં આવેલા રેશમાબેન શબ્બીર સુંભણીયા નામના મહિલાના મકાનમાં દરોડો પાડી ચકાસણી કરવામાં આવતા ત્યાંથી ૨૪૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અંદાજે રૂ।. બાર હજારની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ વજનકાંટો, મોબાઈલ, પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કરી લેવામાં આવી છે અને રેશમાબેન સુંભણીયા સામે એનડીપીએસ એકટ હેઠળ ગૂન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial