Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કીમ નદીનું ૫ાણી કોસાડીના ઘરોમંં ઘૂસ્યુ :
અમદાવાદ તા. પઃ ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણી આવતા સરદાર સરોવર ડેમ તથા ઉકાઈ ડેમના કેટલાક દરવાજા ખોલી હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે કીમ નદીનું પાણી માંગરોળના કોસાડીમાં લોકોના ઘરોમાં ઘૂસ્યુ છે.
ગુજરાતમાં મેઘ મહેર હજુય યથાવત છે. મોટાભાગની નદીઓ ભરાઈ અને ડેમ ભરાઈ રહ્યાં છે. સુરતના માંગરોળના કોસાડીમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે, ત્યારે નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
આ ઉપરાંત ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના ૯ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમમમાં ૧,રપ,૬પ૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં પાણીની સપાટી ૩૩૪.૭૬ ફૂટ પહોંચી છે. જે ભયજનક સપાટીની નજીક છે. આ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
અમરકંટકથી નીકળતી મા નર્મદા કે જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભરૂચ ખાતે દરિયામાં મળે છે. અમરકંટકથી ગુજરાત સુધી મા નર્મદા નદી પર મહત્ત્વના ૪ ડેમ બનાવવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં બરગી, ઈન્દીરાસાગર અને ઓમકારેશ્વર, જ્યારે ગુજરાતમાં સરદાર સરોવર કે જે સૌથી મોટો ડેમ નર્મદા નદી પર બનવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) ૨૩ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી ૫,૯૦,૯૯૫ ક્યુસેક પાણીની આવક થઈ છે જેમાં ૨૩ દરવાજા થકી ૪,૪૬,૩૭૯ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમની હાલની જળ સપાટી ૧૩પ.૯૧ મીટર પહોંચી છે, જેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી ર.૭૭ મીટર દૂર છે. જો કે, નર્મદા ડેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણપણે ભરાશે અને ગુજરાતને પીવા અને સિંચાઈનું પાણી પુરૃં પાડશે. બીજી તરફ નર્મદા નદી કાંઠાના ર૭ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નવમી ઓગસ્ટ-ર૦૧૯ માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં જળપ્રવાહ વધતા ર૬ દરવાજા ખોલવામાં આવ્યા. અગાઉ જુલાઈ ર૦૧૯ માં રર દરવાજા ખોલવામાં આવ્યા હતાં. પહેલીવાર વર્ષ-ર૦૧૯, ર૦ર૦, ર૦રર, ર૦ર૩, ર૦ર૪ અને ર૦રપ માં છઠ્ઠીવાર નર્મદા ડેમના ર૩ દરવાજા ખોલવાની ફરજ પડી છે. જો કે, વર્ષ-ર૦ર૩ માં ર૩ દરવાજા ખોલતા ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વર્ષ-ર૦ર૪ માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા નદી કાંઠાના ગામોને રાહત મળી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ ૩૧મી જુલાઈના રોજ નર્મદા ડેમના પ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ત્યારથી દરવાજા ખોલવાની સંખ્યામાં વધારો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial