Advertisement
Author: નોબત સમાચાર

જય શ્રી રોકડિયા હનુમાન મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ તથા શ્રી હનુભાન જયંતી મહોત્સવ - ૧૧ કુંડી મહાયજ્ઞ

દિગ્વિજય ગ્રામ સિક્કામાં આવતીકાલથી વિવિધ કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર તાલુકાના જય શ્રી રોકડિયા હનુમાનજી તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, કોલયાર્ડ, દિગ્વિજયગ્રામ (સિક્કા) માં તા. ર૬ (ગુરુવાર) થી તા. ૧-૪-ર૦ર૬ (બુધવાર) સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ર-૪-ર૦ર૬ ના શ્રી હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે શ્રી ધ્વજા આરોહણ, શ્રી શિખર કળશ પૂજા, શ્રી ૧૧ કુંડી મહાયજ્ઞ, બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ્ ભાગવત કથાના પાવન પ્રસંગોમાં તા. ર૬ ના સવારે ૧૦ વાગ્યે શ્રી રોકડિયા હનુમાન મંદિરથી પોથીયાત્રાનું પ્રસ્થાન થઈ કથા સ્થળ શ્રવણ સ્થળે પહોંચશે. બપોરે ૩ થી સાંજે ૭ કથાશ્રવણનો સમય રહેશે અને કથાપૂજા સવારે ૯-૩૦ વાગ્યે થશે. ઉક્ત કથા શ્રવણ સમયે તા. ર૬ ના શુકદેવજીનું આગમન, તા. ર૭ ના કપિલ અવતાર, તા. ર૮ ના નૃસિંહ અવતાર, તા. ર૯ ના વામન જન્મ, રામજન્મ અને કૃષ્ણ જન્મ, તા. ૩૦ ના ગોવર્ધન લીલા, તા. ૩૧ ના રૂકમણી વિવાહ તેમજ તા. ૧ ના કથાવિરામ થશે.

તા. ૧/૪ ના હનુમાન જયંતી મહોત્સવ ઉજવાશે, જેમાં સવારે ૮ વાગ્યે ૧૧ કંડી મહાયજ્ઞનો પ્રારંભ, બપોરે ૧ર વાગ્યે બટુક ભોજન, બપોરે ૧-૩૦ વાગ્ય મહાઆરતી તેમજ સાંજે ૭-૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. આ સમયે ૧૧ કુંડી મહાયજ્ઞ કાર્ય શાસ્ત્રી શ્રી દિનેશભાઈ જોષી (જામનગરવાળા) ના આચાર્યપદે કરવામાં આવશે. હવન માટે મો. ૯૦પ૪૩ ર૯૪૬૩ પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh