Advertisement
Author: નોબત સમાચાર

ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર ઝડપાયાઃ ત્રણ વર્લીબાજ પકડાયા

સિક્કો ઉછાળી જુગાર રમતા છ સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડમાંથી ચાર શખ્સ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા ઝડપાયા છે. ભીમવાસના ઢાળીયા પાસેથી પણ બે શખ્સ સિક્કો ઉછાળી જુગાર રમતા મળી આવ્યા છે. જ્યારે નાગેશ્વર કોલોની અને બેડેશ્વરમાંથી એકીબેકીનો જુગાર રમતા ચારને પોલીસે દબોચી લીધા છે. ત્રણ વર્લીબાજ આંકડા લખતા ઝડપાઈ ગયા છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી કોળી સમાજની વાડી પાસે ગઈકાલે બપોરે જાહેરમાં એકઠા થઈ ચલણી સિક્કો ઉછાળી જુગાર રમી રહેલા રાહુલ કિશોરભાઈ પરમાર, પરસોત્તમભાઈ કાનજીભાઈ જેઠવા, મનોજ સવજીભાઈ સદાદીયા, રોહિત ચમનભાઈ ડાભી નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૧૩૦૦ કબજે કર્યા છે.

જામનગરની નાગેશ્વર કોલોનીમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી ગઈકાલે સાંજે જુગાર રમતા જીજ્ઞેશ અમૃતભાઈ સોલંકી, સુમિત રણછોડભાઈ રાંદલપરા નામના બે શખ્સને પકડી લેવાયા છે. જ્યારે ભીમવાસના ઢાળીયા પાસેથી મયુર મનોજભાઈ બારીયા, ભાવેશ ભૂપતભાઈ ડોણાસીયા ચલણી સિકકો ઉછાળો જુગાર રમતા ઝડપાયા છે. બેડેશ્વરમાંથી એકીબેકી બોલી જુગાર રમતા સૂર્યદીપસિંહ ગિરીરાજસિંહ જાડેજા, ઈમ્તિયાઝ રશીદ લાખા ઝડપાઈ ગયા હતા.

જામનગરના હાપા રેલવે સ્ટેશન પાસેથી પ્રવીણ વલ્લભભાઈ સીપરીયા, ચાંદની ચોક ટાવર પાસેથી કરણ કાનજીભાઈ રાઠોડ અને જામજોધપુરના ગીંગણી ગામના બસ સ્ટેન્ડ પાસેથી બિપીન કાનજીભાઈ ડાભી ઉર્ફે પીળી નામના ત્રણ શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh