Advertisement
Author: નોબત સમાચાર

મેરા યુવા ભારત, જામનગર દ્વારા શહીદ દિવસ નિમિત્તે પદયાત્રા

સ્વયં સેવકો, નૌ સેના અને આર્મી એન.સી.સી. કેડેટ્સ, કોલેજીયનો જોડાયાઃ

                                                                                                                                                                                                      

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત, જામનગર દ્વારા તા. ૨૩ માર્ચ, શહીદ દિવસ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજથી બેડેશ્વર રોડ ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ સુધી યોજાયેલી આ પદયાત્રામાં જામનગર જિલ્લાના વિવિધ સ્વયં સેવકો, નૌ સેના અને આર્મી એન.સી.સી. કેડેટ્સ તેમજ વિવિધ કોલેજોના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને શહીદોના બલિદાનને યાદ રાખવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમ્યાન દેશપ્રેમના નારા ગુંજ્યા અને ભાગ લેનાર યુવાનોમાં અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. આ આયોજન જામનગર જિલ્લાના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતારના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને તેમાં જોડાયેલા તમામ યુવાનો તથા સહયોગીઓનો મેરા યુવા ભારત, જામનગર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh