Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. એચ.આર. માડમ મેમો. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૫: જોડીયા તાલુકામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સને ૨૦૧૦ થી જોડીયામાં બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ તા. ૨૬-૨-૨૬ થી શરૂ થયેલ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહનચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહિત દરરોજ ૫૦૦થી વધુ લોકોની ભોજન વ્યવસ્થા પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયામાં ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ પૂનમબેન માડમના સૌજન્યથી કરવામાં આવી હતી.
તા. ૧૮-૩-૨૬ના છેલ્લા પેપરના દિવસે બપોરના આ ભોજન વ્યવસ્થા સમાપન પ્રસંગે સાંસદ અને ટ્રસ્ટના પ્રમુખ પૂનમબેન માડમ નવી દિલ્હી બજેટ સત્રમાં હોવાથી જામનગરથી ટ્રસ્ટ પરિવારના સભ્ય તેમજ સ્થાનિક આગેવાનોમાં ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ચંદ્રીકાબેન અઘેરા, પૂર્વ કારોબારી ચેરમેન જેઠાભાઈ અઘેરા, ભરતભાઈ દલસાણીયા (જિલ્લા ભાજપ મંત્રી), જયસુખભાઈ પરમાર (તાલુકા ભાજપ પ્રમુખ-જોડીયા), હુન્નરશાળા જોડીયાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરીયા અને પુનીતભાઈ શેઠ, તાલુકા પંચાયતના સદસ્ય, જોડીયા સરપંચ બાવલાભાઈ તેમજ આજુબાજુના ગામોના સરપંચ, પરીક્ષાર્થીઓ, વાલીગણ અને બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial