Advertisement
Author: નોબત સમાચાર

ઈંધણની અછતથી દુનિયા આખી ત્રાહિમામઃ કેટલાક દેશોએ લગાવ્યા લોકડાઉન જેવા પ્રતિબંધો

કેટલાક દેશોએ કવોટા નક્કી કર્યો, કેટલાક દેશોમાં સેના તૈનાત કરવી પડીઃ આખી દુનિયામાં હાહાકારઃ ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધે મચાવ્યો કોહરામ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૫: ઈંધણ કટોકટીથી કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ થયા છે. સ્કૂલ-કોલેજો બંધ છે. વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું છે. પેટ્રોલ-ડીઝલના કારણે વિશ્વભરમાં હાહાકાર છે. તેલ ભંડાર બચાવવા માટે કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દીધા છે. કેટલી જગ્યા પર કોટા નકકી કરી દીધા છે. પેટ્રોલ પંપ પર સેનાની તૈનાતી કરી દીધી છે.

ઈંધણની અછતના કારણે દુનિયામાં ત્રાહિમામ મચી ગયો છે. હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા માટે કેટલાક દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દેવાયા છે. સ્કૂલ-કોલેજો બંધ કરી દીધી છે. કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. ગાડીઓને પેટ્રોલ-ડીઝલ મળતથી.  કેટલીય જગ્યા પર કોટા નક્કી કરી દીધા છે. પેટ્રોલ પંપ પર સેનાની તૈનાતી કરી દીધી છે. કેટલીય જગ્યા પર પંપો પર તાળા લગાવી દીધા છે.

જો કે ભારતમાં આવી બહુ તકલીફ નથી. ગુજરાતમાં થોડી અફવા ફેલાઈ, જેના કારણે સોમવારે હજારો લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા હતા. પછી ખબર પડી કે આ ખોટી અફવા ફેલાવી છે. જો કે હવે અહીં પણ શાંતિ છે.

શ્રીલંકામાં ક્યૂઆર કોડથી પેટ્રોલ-ડીઝલનું વિતરણ થાય છે. સ્કૂલો-કોલેજો અને સરકારી ઓફિસોમાં બુધવારે જાહેર રજા ઘોષિત કરી દીધી છે. નેશનલ ફયૂલ પાસને ફરીથી લાગૂ કર્યો છે. એટલે કે ક્યૂઆર કોડથી ફયૂલ આપવામાં આવશે, જેથી કોઈને વધારે ન મળે. ખાનગી વાહનો માટે અધિકતમ મર્યાદા ૧૫ લીટર પ્રતિ અઠવાડિયા નક્કી કરી દીધી છે. ત્યાં સુધી કે સરકારી ગાડીઓને પણ ખાલી ૨૦૦ લીટર ફયૂલ મળશે.

બાંગ્લાદેશમાં વીજળીના લોડને ઓછો કરવા માટે તમામ યુનિવર્સિટી, વિદેશી પાઠ્યક્રમવાળી સ્કૂલો અને કોચીંગ સેન્ટરોને બંધ કરી દીધા છે અને ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા છે. ૮ માર્ચના રોજ ઈંધણનું રાશનિગ શરૂ કર્યું છે. ઘરો માટે ૫ કલાકનું રોલિગ બ્લેકઆઉટ લાગૂ કર્યો છે, જ્યારે કપડા નિકાસ ક્ષેત્રને વીજળી માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તોડફોડ રોકવા અને સ્ટોકની સુરક્ષા માટે મુખ્ય તેલ ડેપો પર સેના તૈનાત કરી દીધી છે. ગેસની કમીના કારણે ૫માંથી ૪ સરકારી ખાતર પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે.

ભૂટાને જમાખોરી રોકવા માટે પણ કેન અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં ઈંધણના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વર્ક ફ્રોમ હોમ એક્ટિવ કરી દીધું છે. ઈમરજન્સી સેવાઓ માટે ઈંધણ રાશનિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પાકિસ્તાનમાં અઠવાડિયામાં ચાર દિવસ ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી દીધું છે. સ્કૂલો અને કોલેજો બે અઠવાડિયા માટે બંધ કરી દીધા છે. સરકારી વિભાગો માટે અપાતા ઈંધણમાં ૫૦ ટકાનો કાપ મૂકી દીધો છે. રસ્તા પર બિનજરૂરી સરકારી વાહનોને હટાવી દીધા છે. પેટ્રોલ-ડીઝલ માટે મારામારીના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે.

ફિલિપાઈન્સમાં વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશ અપાયા છે. સરકારી ઓફિસોમાં ખાલી ૪ દિવસ કામ થશે. પ્રાઇવેટ ઓફિસોને વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશ આપ્યા છે. જાહેર ક્ષેત્રની બિનજરૂરી યાત્રાઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે. એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી અથવા અધિકારી એમ જ ક્યાંય જઈ શકશે નહીં.

વિયેતનામમાં પણ વ્યવસાયોને વર્ક ફ્રોમ હોમ વધારવાના આદેશ આપ્યા છે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલ ચલાવવી અને કારપૂલિગને પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે. મ્યાનમારમાં ઓડ ઈવન ફોર્મ્યુલા અંતર્ગત ખાનગી વાહનોનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે અને કેટલાય પેટ્રોલ પંપ ઈંધણ ન હોવાના કારણે બંધ થઈ ગયા છે. કંબોડિયામાં અનિશ્ચિતતાના કારણે મધ્ય માર્ચ સુધી દેશના ૬૩૦૦ પેટ્રોલ સ્ટેશનોમાંથી લગભગ ૧/૩ બંધ થઈ ચૂક્યા હતા.

મિષામાં ૨૮ માર્ચથી એક નવો નિયમ લાગૂ કર્યો છે, જે અંતર્ગત મોલ, રેસ્ટોરન્ટ અને રિટેલ દુકાનોને રાતના ૯ વાગ્યા સુધીમાં બંધ કરવી ફરજિયાત છે. સરકારી બિલ્ડિંગોને સાંજના ૬ વાગ્યે બંધ કરી દેવામાં આવશે. વીજળી બચાવવા માટે રસ્તા પર લગાવેલા જગમગતા બોર્ડ બંધ કરી દીધા છે.

કેન્યામાં ઈંધણનું રાશનિંગ લાગૂ કરી દીધું છે અને નિકાસ પર રોક લગાવી દીધી છે. ત્યાંના ઊર્જા નિયામકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ પ્રતિબંધો પછી પણ દેશના ઈંધણ સ્ટોક ખાલી એપ્રિલ સુધી જ ચાલશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના કેટલાય પ્રાંતોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ ખતમ થઈ ગયા છે. ત્યાં ગભરાટમાં થનારી ખરીદી રોકવા માટે ઉદ્યોગ સ્તર પર કડકાઈ લાગૂ કરી દીધી છે. જેથી સૌને જરૂરિયાત અનુસાર પેટ્રોલ-ડીઝલ મળી શકે.

ન્યૂઝીલેન્ડમાં સરકારે ૧૯૭૯ના જમાનાની કાર લેસ ડેની નીતિ પાછી લાવવાનો વિચાર કરી રહી છે. જેમાં દરેક ગાડીના માલિકને અઠવાડિયામાં એક દિવસ પોતાની કાર ઘરે રાખવાની રહેશે. ત્યાં ઈંધણના સ્ટોકની દેખરેખ માટે એમ્બર એલર્ટ જાહેર કર્યું છે અને રિઝર્વથી ૧.૫૭ મિલિયન બેરલ તેલ કાઢવામાં આવ્યું છે. વિમાનન ક્ષેત્ર પણ બેહાલ છે. એર ન્યૂઝીલેન્ડે મોંઘા જેટ ઈંધણના કારણે પોતાની લગભગ ૧૧૦૦ ઉડાણો રદ કરી દીધી છે. જેનાથી ૪૪,૦૦૦ યાત્રી પ્રભાવિત થયા છે.

યૂરોપમાં સ્લોવાકિયાની સરકારે ડીઝલની ખરીદી પર સત્તાવાર કોટા લાગૂ કરી દીધો છે. તેનો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ એક નિશ્ચિત મર્યાદાથી વધારે ડીઝલ ખરીદી શકશે નહીં. જેથી જમાખોરીને રોકી શકાય. સ્લોવેનિયામાં પણ દેશની બીજા મોટા ફયૂલ રિટેલરે સ્ટેશનો પર કાર માટે ૩૦ લીટર અને ટ્રક માટે ૨૦૦ લીટરનું રાશનિગ લાગૂ કરી દીધું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh