Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને મહેનત-આવડતથી કામનો ઉકેલ આવી શકે. મિલન-મુલાકાત સફળ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ચલાવવામાં સંભાળવું.
શુભ રંગઃ ૫ીળો - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મહત્ત્વની મિલન-મુલાકાત ફળદાયી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યવસાયિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૮
Leo (સિંહ: મ-ટ)
સીઝનલ ધંધાના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૫
Libra (તુલા: ર-ત)
રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા જણાય. આપની ધારણા પ્રમાણે કામ થઈ શકે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ધીરે-ધીરે કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. અગત્યની મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યાં કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપની બુદ્ધિ-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત સફળ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યમાં હરિફ, ઈર્ષાળું વર્ગથી સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામમાં સુલેહભર્યુ વલણ રાખવું.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૪