Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં રાસાયણિક બોમ્બથી મોટો હુમલો કરવાની યોજનાઃ મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત કરાયા
નવી દિલ્હી તા. ૧૧: દિલ્હી પોલીસે વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ આતંકવાદીઓ પાસેથી આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે. આ ધરપકડો સાથે, દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. આ મોડ્યુલ આઈએસઆઈએસથી પ્રેરિત હતો અને રાસાયણિક બોમ્બ દ્વારા દિલ્હીમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહૃાો હતો.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, 'દિલ્હી પોલીસે અલગ અલગ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીમાંથી બે, મધ્યપ્રદેશમાંથી એક, હૈદરાબાદમાંથી એક અને રાંચીમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે.'
તે જ સમયે, આઈઈડી વિસ્ફોટનું કાવતરું ઘડનારા ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંયુક્ત ઓપરેશન દરમિયાન પકડી પાડ્યા હતા. ઝારખંડ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને રાંચી પોલીસ સાથે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં, અશર દાનિશ, આફતાબ અને અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આઠથી વધુ શંકાસ્પદોને પૂછપરછ માટે લેવામાં આવ્યા છે. પોલીસે તેમના કબજામાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, શસ્ત્રો, વિસ્ફોટક રસાયણો અને ઘણાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે, બોકારોના રહેવાસી મુખ્ય આરોપી અશર દાનિશની રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી. તે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા મોડ્યુલ સંબંધિત દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બધી ટીમો દ્વારા એકસાથે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન, દિલ્હીમાંથી બીજા શંકાસ્પદ આફતાબની ધરપકડ કરવામાં આવી છે.
સુફિયાનની ઝારખંડમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે આ ત્રણેય ઇસ્લામિક સ્ટેટ પ્રેરિત નેટવર્કના અન્ય સભ્યો સાથે સંપર્કમાં હતા અને ભારતમાં આતંકવાદી સંગઠનના એજન્ડાને આગળ ધપાવતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. દાનિશ ઘણાં મહિનાઓથી સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ, ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) અને પ્રવક્તા માઇકલ રાજ એસએ મીડિયાને જણાવ્યું હતું કે રાંચીમાં એક હોસ્ટેલ સહિત અનેક સ્થળોએ દિલ્હી અને ઝારખંડ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહૃાું છે. આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઝારખંડ એટીએસે રાંચીના લોઅર બજાર સ્થિત તબરક લોજમાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા શંકાસ્પદ અશરની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસનું આ ઓપરેશન ૧૨ થી વધુ સ્થળોએ ચાલી રહૃાું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે તબરક લોજમાંથી શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
આફતાબ નામનો આતંકવાદી દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવ્યો છે. આફતાબ મુંબઈનો રહેવાસી છે અને આ મોડ્યુલનો મહત્વપૂર્ણ ભાગ હોવાનું કહેવાય છે. પ્રારંભિક તપાસમાં સંકેત મળ્યો છે કે આ મોડ્યુલ દેશભરમાં મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહૃાો હતો. એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમના નિશાન પર કયા સ્થળો હતા અને આ નેટવર્કની પહોંચ કેટલી ઊંડી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુપ્તચર ઇનપુટના આધારે ૯ સપ્ટેમ્બરના આફતાબ નામના આતંકવાદીની ધરપકડ કરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આફતાબ દિલ્હીમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહૃાો હતો. તેની પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. ટીમે સ્થળ પરથી વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial