Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોને કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપની બદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા ઓછી થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સિઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામ, સંંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભમાં જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. વાહન ધીરે ચલાવવું.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ જણાય. નોકરવર્ગ મદદરૂપ થાય. આડોશ-પાડોશનું કામકાજ રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૫
Libra (તુલા: ર-ત)
આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચના લીધે નાણાભીડ અનુભવો. મોસાળપક્ષની ચિંતા રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં ઉપરીવર્ગ-નોકર-ચાકરવર્ગ, સહકાર્યવર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪