શ્રી ગણપતિજીએ વૃકાસરનો વધ કર્યો તેની કથા

                                                                                                                                                                                                      

શિવજી અને પાર્વતિજીનાં પુત્ર વિદગ્નહર્તા શ્રી ગણેશજી છ વર્ષનાં થયા. તેમની દરરોજની બાળલીલા જોઈ શિવજી, પાર્વતિજી તેમજ શિવજીના ગણો ખુબ જ હર્ષ પામતા. સૌ શ્રી ગણપતિજીને વહાલ કરતાં ગણપતિજી પણ સૌને આનંદ આપતાં.

એક દિવસ ગણપતિજી પોતાનાં બાળ મિત્રોને સાથે રાખી અને રમવા માટે ઘરેથી નિકળી ગયેલા એવા સમયે ભગવાન શ્રી વિશ્વકર્માજી શિવલોકમાં આવ્યા. તેમણે ભગવાનશ્રી અને માતા પાર્વતિજીને પ્રણામ કર્યા. જગતપિતા એવા શિવજી અને જગત માતા પાર્વતિજીએ વિશ્વકર્માજીને આવવાનું કારણ પૂછયું ત્યારે, વિશ્વકર્માજીએ પ્રત્યુત્તર વાળતાં કહ્યું. હે માતા અમારા વિસ્તારમાં એક વૃકાસુર નામનો અસુર અને તેના સાગરીતો કોઇને ચેનથી રહેવા દેતા નથી અને દેવતાઓનું બળ તેમની પાસે ઓછું પડે છે. અને તે દેવલોકમાં ધીરે ધીરે પગ પેશારો કરી અને આગળ વધી રહ્યો છે. અને આમને આમ તે ક્યારે શિવલોક સુધી પહોંચી જાય તે પણ નક્કી નહીં. માટે હવે શું કરવું તેનો અમને કોઈ માર્ગ દેખાતો નથી. આ પ્રમાણે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક શ્રી વિઘ્નહર્તા ગણેશજી પોતાની બાલ મિત્રમંડળ સાથે શિવલોકમાં આવ્યા. ત્યાં શ્રી વિશ્વકર્માજીને જોઈ એમણે આશ્ચર્ય અનુભવ્યું. શ્રી વિશ્વકર્માજી બાળ સ્વરૂપ ગણપતિજીનું પૂજન કરી અને કહ્યું મંગલમુર્તિ એવા આપના દર્શન કરી અને પાવન થઇ ગયો. બાળક શ્રી ગણપતિજીને શ્રી વિશ્વકર્માજીએ કહ્યું. એ બધું તો ઠીક પરંતુ આ મારા માટે કંઈક લાયક એવી ભેટ લાવ્યા છો ? હું જાણું છું કે આપ તો ઓલૌકિક વસ્તુઓ બનાવી શકવા માટે શક્તિમાન છો. ત્યારે શ્રી વિશ્વકર્માજી બોલ્યા, તમને તો હું શું ભેટ આપી શકું ? તેમ છતાં પણ મારી શક્તિ અનુસાર અને મારાથી આપી શકાય તેવી આ ભેંટ કે જેમાં શિક્ષણ અંકુશ, પરશુ, પાસ અને પદન લઇ આવ્યો છું. જેના વડે તમે તમારા શત્રુઓનો સંહાર કરી શકશો.

આ નવિન ભેંટની વસ્તુઓ જોઈ અને શ્રી ગણપતિજી તો રાજીના રેડ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, મેં સાંભળ્યું છે કે હમાણા વૃકાસુર નામના એક દૈત્ય અને તેના અસુર મિત્રોથી દેવતાઓ ત્રસ્ત થયેલા છે. આ શસ્ત્રોનો સર્વપ્રથમ હું તેમના પર પ્રયોગ કરીશ. માટે મને આ શસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખડાવો. ત્યારે શ્રી વિશ્વકર્માજી મંગલમુર્તિ એવા શ્રી ગણપતિજી મહારાજને પોતે બનાવેલા અસ્ત્ર-શસ્ત્રનો કઇ રીતે ઉપયોગ કરવો તેનું જ્ઞાન આપ્યું. અને ત્યાર પછી શિવજી પાર્વતિજી અને ગણપતિજી પાસેથી શ્રી વિશ્વકર્માજીએ વિદાય લીધી. ત્યાર પછી તો બાળક એવા શ્રી ગણપતિજીએ તે શસ્ત્રો ચલાવવાનો અભ્યાસ પણ સારી રીતે કરી લીધો. પછી તો તે શસ્ત્રો તેમને ખૂબ જ પ્રિય થઈ ગયા. એટલે કાયમ તેને સાથે રાખવાનું તેમને ખૂબ જ ગમતું. એક દિવસ આ શસ્ત્રો સાથે લઈ અને પોતાનાં બાલ મિત્ર-મંડળ સાથે રમતો રમી રહ્યાં હતાં. બરાબર આ સમયે વૃકાસુર નામનો એક રાક્ષસ અને તેના સાથે અન્ય અસુરો ત્યાં આવી ચડ્યા. તેને આવતા જોઈ અને ગણપતિજીની સાથે રમી રહેલા અન્ય બાળકો ત્યાંથી ભાગવા લાગ્યા. પરંતુ, વિકરાળ એવા અસુરોને જોઇને પણ ગજાનન જરા પણ ગભરાયા વિના ત્યાં જ ઊભા રહ્યાં. અસુર એવા વૃકાસુરનું લક્ષ્ય પણ શ્રી ગણપતિજી જ હતા. બંને વચ્ચે ભંયકર યુદ્ધ થયું અને તેની વાત ચારે તરફ ફેલાતાં સર્વતરફ હાહાકાર છવાઈ ગયો. શ્રી ગણપતિજીએ અત્યંત બુદ્ધિપૂર્વક યુધ્ધ કરી અને પાશ-અંકુશનાં હમલા વડે અસર એવા વૃકાસુરને લોહી લુહાણ કરી નાખ્યો. એ જોઈ અને તેની સાથે આવેલા અસુરો તો ભાગી જ ગયા. વૃકાસુર પણ પછી લોહી લુહાણ હાલતમાં ધરતી પર ઢળી પડ્યો અને તેનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા .

આ સમયે શ્રી શિવજી-પાર્વતિ, શ્રી વિષ્ણુ-લક્ષ્મીજી, બ્રહ્માજી-સાવિત્રી તથા સમસ્ત દેવતા ગણો ત્યાં આવ્યા. દેવતાઓએ પુષ્પવૃષ્ટી કરી. દુન્દુભી નગારા વાગ્યા અને સર્વત્ર શ્રી ગણપતિજીનો જય જયકાર થયો.

ગણપતિને પ્રસન્ન કરવાનો પ્રયોગ

શ્રી ગણપતિ વિઘ્નહર્તા, મગંલકર્તા તથા રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. તેમને પ્રસન્ન કરવા માટે શ્રી ગણપતિજીના ભક્તી માટે એક સરળ પ્રયોગ અહીં રજૂ કરૂ છું. ગણપતિજીની દ્વાદશ નામાવલી નીચે આપેલી છે. તે એક એક નામ સાથે શ્રી ગણપતિજીને દૂર્વા ચડાવવાથી વિનો દૂર થાય છે, ઘરમાં મંગલમય વાતાવરણ રહે છે અને રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ કાયમ રહે છે.

આ મંત્રો સાથે દુર્વા ચડાવ્યા પછી શ્રી ગણપતિજીને હાથ જોડી, પગે લાગી નીચે મુજબ પ્રાર્થના કરવી.

નમસ્તસ્મૈ ગણેશાય,

બ્રહ્મ વિદ્યા પ્રદાયિને.

યસ્યા ગસ્ત્યા યજ્ઞે,

નામ વિધ્ન સાગરશોષણે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ

શ્રી ગણપતિ-દ્વાદશ નામાવલી

૧.શ્રી સુમુખાય નમઃ

૨.શ્રી એકદંતાય નમઃ

૩.શ્રી કપિલાય નમઃ

૪.શ્રી ગજકર્ણાય નમઃ

૫.શ્રી લંબોદરાય નમઃ

૬.શ્રી વિકટાય નમઃ

૭.શ્રી વિઘ્નનાશાય નમઃ

૮.શ્રી વિનાયકાય નમઃ

૯.શ્રી ધુમ્રકેતવે નમઃ

૧૦.શ્રી ગણાધ્યક્ષાય નમઃ

૧૧.શ્રી ભાલચંદ્રાય નમઃ

૧૨.શ્રી ગજાનનાય નમઃ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કુશાગ્ર બુદ્ધિશાળી ગણપતિજી

                                                                                                                                                                                                      

શ્રી ગણપતિજી દેવાધીદેવ મહાદેવજી અને પાર્વતિજીનાં અતિ પ્યારા પુત્ર છે. તેવી જ રીતે ગણપતિજીને પણ તેમનાં માતા-પિતા પર અત્યંત સ્નેહ છે. એવા અનેક દાખલાઓ પુરાણોમાં જોવા મળે છે કે, જેમાંથી તેમની માતૃભક્તિ અને પિતૃભક્તિનાં દર્શન થાય છે. તો વળી કેટલીક જગ્યાએ તેમની કુશાગ્ર બુધ્ધિ અને વિરતાનાં પણ દર્શન થાય છે. જગતને સદ્બુધ્ધિ આપનારા દેવ શ્રી ગણપતિજી કુશાગ્ર બુધ્ધિવાળા દેવ હોય તો તે સ્વાભાવિક જ છે.

એક સમયની વાત છે.  ભગવાન શિવજીએ એક મહાયજ્ઞ કરવાનો વિચાર કર્યો. યજ્ઞનો દિવસ અચાનક જ નક્કી થયેલો અને વળી એક દિવસનો જ ગાળો રહેતો હતો. એ એક દિવસના ગાળામાં બધા જ દેવતાઓને યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવાનું હતું. એ કામગીરી શ્રી ગણપતિજીને સોંપવામાં આવી. શ્રી ગણપતિજી વિચાર કરવા લાગ્યા, એક તો મારું ભારે વજન વાળું શરીર ઉપરથી મારું ધીરે ધીરે ચાલનારું વાહન ઉંદર. બધાય દેવોને આમંત્રણ આપવામાં હું ક્યારે પહોચી વળીશ. વળી, જો આમંત્રણ આપવામાં જરા પણ ક્યાંય કચાશ રહી જશે તો પિતાજી પણ મારા ઉપર નારાજ થશે માટે દેવતાઓને વહેલી તકે આમંત્રણ પહોચી જાય અને પિતાજી મારા પર રાજી પણ રહે તેવો કોઈ સહેલો ઉપાય હું શોધી કાઢું. "

આમને આમ વિચાર કરતાં તેમને એક ઉપાય સુઝી આવ્યો. તેમણે પોતાના પિતાજી એવા મહાદેવજીને પહેલાં ત્રણ પ્રદિક્ષણ કરી પછી બે હાથ જોડી અને પિતાજી પાસે ઊભા રહ્યા અને પ્રાર્થના કરતાં કહ્યું, " હે દેવતાઓ, મારા પિતાજી શિવજીએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે. આ મહાયજ્ઞોમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. માટે આપ સૌ આ યજ્ઞમાં ઉપસ્થિત રહી અને યજ્ઞને દિપાવજો. "

આમ કહી, પગે લાગી લીધું. આ જોઈ માતા પાર્વતિજીએ કહ્યું , "બેટા ગણેશ, તને તો બધા દેવતાઓ પાસે જઈ આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આવા કહ્યું હતું અને તે અહીં તારા પિતાજી પાસે જ બધા દેવોને શા માટે આમંત્રણ આપી દીધું ? આ સાંભળી અને ગણપતિજી વિનય સાથે માતા પાર્વતિને કહેવા લાગ્યા, " માં ... માં ... તમે તો જાણો છે કે, મારા પિતા શિવજીમાં જ બધાય દેવો સમાયેલા છે એટલે જ તો તેમને મહાદેવ કહેવાય છે. માટે જ મેં મારા પિતાજીમાં સમાયેલા બધા જ દેવોને આમંત્રણ આપી દીધું અને તેમના દ્વારા બધાય દેવોને તે આમંત્રણ પણ મળી ગયું. "

આ જવાબ સાંભળી અને બુધ્ધિશાળી એવા ગણપતિજીને માતા પાર્વતિજીએ વ્હાલ કરી અને પોતાના ખોળામાં બેસાડી લીધા. એટલું જ નહીં પરંતુ શિવજીનાં યજ્ઞનું બધા દેવોને આમંત્રણ પણ મળી ગયું અને સૌ દેવતાઓ સમયસર શિવજીનાં એ યજ્ઞમાં પણ ઉપસ્થિત રહેલાં. આમ, શ્રી ગણપતિજીએ પોતાની કુશાગ્ર બુધ્ધિ વળે પિતાજીનું એક અગત્યનું કાર્ય સિધ્ધ કર્યું.

શ્રી ગણેશજી,  આપને નમસ્કાર કરું છું. આપ સર્વ  વિઘ્નોની શાંતિ કરવાવાળા, ઉમા માટે આનંદદાયક તથા પરમ બુધ્ધિમાન છો. આપ ભવસાગરથી મારો ઉધ્ધાર કરો. વિઘ્નરાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા, તમારું ધ્યાન કરવાવાળાને જ્ઞાન અને વિજ્ઞાન આપનારા તથા સંપૂર્ણ દૈત્યોના એક માત્ર સંહારક આપને નમસ્કાર કરું છું. હે ગણપતિ સમે સૌને પ્રસન્નતા અને લક્ષ્મી આપવાવાળા સંપૂર્ણ યજ્ઞોના એક માત્ર રક્ષક તથા બધા જ મનોરથોને પૂર્ણ કરનારા હું પ્રેમ પૂર્વક તમને નમસ્કાર કરૂ છું.

નોંધઃ દરરોજ સવાર, બપોર, સાંજ ભકિત અને શ્રધ્ધા સાથે શ્રી ગણપતિજી પાસે પદ્મપૂરાણમાં આપવામાં આવેલી આ પ્રાર્થના કરવાથી સુખ - શાંતિ પ્રાપ્ત થાય છે.

- દેવેન કનકચંદ્ર વ્યાસ

સુખ - શાંતિ અર્થે શ્રી ગણેશ પ્રાર્થના

ગણાધિપ નમસ્તુભ્યં,

      સર્વ વિધ્ન પ્રશાન્તિદ.

ઉમાનન્દપ્રદ પ્રાજ્ઞ,

     ત્રાહિ મા ભવસાગરાત્.

હરાનન્દકર, ધ્યાન

        જ્ઞાનવિજ્ઞાનદ પ્રભો.

વિઘ્નરાજ નમસ્તુભ્યં,

           સર્વ દૈત્યૈકસુદન.

સર્વ પ્રીતીપ્રદ શ્રીદ,

          સર્વ યજ્ઞૈક રક્ષક.

સર્વાભીષ્ટપ્રદ પ્રીત્યા,

      નમામિ ત્વાં ગણાધિપ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh