Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુશેશ્વરના દર્શન દ્વારા તીર્થયાત્રાનું ફળ કેમ મળે છે? જાણો...
દ્વારકા તા. ૮: દ્વારકા મહાત્મયના પંદરમાં અધ્યાય અનુસાર શ્રીકૃષ્ણે કુશરાક્ષસને પાતાળમાં ચાંપી તેના ઉપર શિવલીંગની સ્થાપના કરી હતી.
આ અંગેની એક દંતકથા એવી છે કે, કુશસ્થલીના અધિપતિ કુશ રાક્ષસ હતા. ભગવાને દ્વારકાની સ્થાપના કરવા માટે શ્રી કુશરાય સાથે યુદ્ધ કર્યું પરંતુ શિવના પરમભકત હોવાને કારણે કુશરાયનું મૃત્યુ થતું ન હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કુશ સાથે યુદ્ધ કરતા કરતા તેમને પાતાળમાં લઈ ગયા. ત્યાં કુશરાયને પાતાળમાં ચાંપી ઉપર શિવલીંગની સ્થાપના કરી. શિવભકત કુશે શિવમર્યાદા સ્વીકારી મૃત્યુનો સ્વીકાર કર્યો, તે પહેલા ભગવાનને પ્રાર્થના કરી કે મારી સાથે આપને કોઈ વેર નહોતું છતાં મને મૃત્યુદંડ શા માટે આપ્યો ? તેના પ્રત્યુત્ત્રમાં ભગવાને કુશને નમ્રતાથી પ્રસન્ન થઈ વરદાન આપ્યું કે દ્વારકા તીર્થની યાત્રાનું અડધું ફળ હું તમને અર્પણ કરૃં છું. ત્યારથી ભગવાન શ્રી કુશેશ્વર અડધી યાત્રાના માલિક થયા છે.
લાડું, ઘીનો દીવો તથા દક્ષિણા અર્પણ કરી શ્રીકુશેશ્વર મહાદેવના દર્શન કરવાથી અડધી યાત્રા પૂર્ણ થાય છે. બાકીની અડધી યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવાથી પૂર્ણ થાય છે. જગતમંદિરના જમીન લેવલથી ઉંડાઈએ બિરાજતા શ્રીકુશેશ્વર મહાદેવના મંદિરમાં નંદિ ન હોવાનું કારણ શિવ કુશરાક્ષસ પર બિરાજમાન છે તેથી નંદિના વાહનની શિવને જરૂર નથી. તે મુજબ આ મંદિરમાં નંદિના દર્શન થતા નથી. શ્રીરામચંદ્ર ભગવાને શ્રીરામેશ્વરની સ્થાપના કરી તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ કુશેશ્વરની સ્થાપના કરી. મહાપુરૂષોએ સ્થાપેલ લીંગ જયોતિર્લીંગમાં ગણાય છે. જેમકે રામેશ્વર તે પ્રમાણે કૃષ્ણ ભગવાને સ્થાપેલ લીંગ શ્રી કુશેશ્વર મહાદેવ છે.
એક એવી કથા પણ છે કે શ્રીકૃષ્ણ ભગવાનને ત્યાં પુત્રરત્ન ન હતા તેથી નારદ ભગવાને શિવપૂજન કરવા આજ્ઞા આપી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીકુશેશ્વર મહાદેવની પૂજા કરી ત્યારબાદ તેને સંતાનોની પ્રાપ્તિ થઈ. હાલમાં શિવજીને રીઝવવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો હોવાથી વિવિધ શણગારો કરીને શ્રી કુશેશ્વર મહાદેવની સેવા-પૂજા મંદિરના વારાદાર પૂજારી તેમજ દ્વારકાના પ્રખર જ્યોતીષવિદ શિવુભાઈ પંડયા તથા તેના પુત્ર મલય પંડયા દ્વારા કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial