Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ ઘેડમાં સ્કૂટરમાં દારૂ-બીયરનો જથ્થો લઈને જતાં બે શખ્સ પકડાઈ ગયા

રાજકોટના એક શખ્સનું નામ પોલીસને મળ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂના ૧૦૫ ચપલા તથા બીયરના ર૮ ટીન સાથે જઈ રહેલા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓએ રાજકોટના એક શખ્સનું નામ આપ્યુ છે. જ્યારે કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા શ્રીરામ ચોક પાસેથી ગઈકાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યે પસાર થઈ રહેલા જીજે-૧૦-ક્યુ ૨૨૪૫ નંબરના એક્સેસ સ્કૂટરને પૂર્વ બાતમીના આધારે સિટી બી ડિવિઝનના સ્ટાફે રોકાવી તલાશી લેતા આ સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૧૦૫ ચપલા તથા બીયરના ર૮ ટીન મળી આવ્યા હતા.

આ જથ્થા સાથે રઘુવીરસિંહ જગતસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્કૂટર તથા દારૂ-બીયરનો જથ્થો મળી કુલ રૂ।.૪૭,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આરોપી પાસેથી રાજકોટના હિતેન્દ્રસિંહ વાળા નામના શખ્સના મળેલા નામના આધારે શોધ હાથ ધરી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલપંપ નજીક બુરહાની પાર્કની શેરી નં.૧ના ખૂણા પરથી ગઈકાલે સાંજે સોહિલ ઈશાક મલેક નામના શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે પકડી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh