Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોયલ્ટી ભર્યા વગર ઓવરલોડ કરેલા હતાઃ
જામનગર તા. ૧૬: જોડિયા પોલીસ સ્ટેશન હેઠળના બાલંભા તથા કેશીયા ગામ પાસેથી ગઈકાલે પોલીસે રોયલ્ટી ભર્યા વગર રેતી લઈને જતા બે ડમ્પર પકડી પાડ્યા છે. ડમ્પર, રેતી મળી રૂ।.૧૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગર જિલ્લાના ગેરકાયદે રેતી ભરીને તેનું વહન કરતા વાહનચાલકો સામે અસરકારક કામગીરી કરવા માટે એસપી ડો. રવિમોહન સૈનીએ આપેલી સૂચનાના પગલે ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલના વડપણ હેઠળ જામનગર ગ્રામ્યના પંથકોમાં ચેકીંગ કરાઈ રહ્યું છે.
તે દરમિયાન જોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. રાજપૂત તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા ચેકીંગમાં બાલંભા તથા કેશીયા ગામ પાસેથી બે ડમ્પર મળી આવ્યા છે. જીજે-૧૦-ટીટી ૮૫૨૯ અને જીજે-૧૩-ડબલ્યુ ૧૫૯૩ નંબરના આ બે ડમ્પરમાં અંદાજે રૂ।.૨ લાખ ૩૦ હજારની રેતી ભરેલી હતી. રોયલ્ટી ભરપાઈ કર્યા વગર અને ઓવરલોડ રેતી ભરી વહન કરતા આ બંને ડમ્પર કબજે કરી લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial