Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ સાથે
જામનગર તા. ર૯: જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર પોતાના પરિવાર સાથે લાલબંગલા ગવર્નમેન્ટ કોલોનીમાં આયોજિત ગરબી મહોત્સવમાં સહર્ષ ઉપસ્થિત રહ્યા હતાં અને નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન, વહીવટી તંત્રના વડાએ લોક ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પડ્યું હતું.
જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારોની વસાહતમાં આયોજિત આ ગરબીમાં કલેક્ટરે માતાજની આરતીમાં ભાગ લીધોહતો અને પરંપરાગત રીતે સજ્જ થયેલા ભાઈઓ-બહેનો તથા બાળાઓ દ્વારા થતા ગરબા-રાસને નિહાળી તેઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, નવરાત્રિ એ માત્ર પૂજાનું પર્વ નથી, પરંતુ તે આપણી એક્તા, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનું પ્રતીક છે. વહીવટી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ આવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાથી આપણને નવી ઊર્જા અને પોઝિટિવિટી મળે છે.
આ તકે ગવર્નમેન્ટ કોલોની ગરબી મંડળના આયોજકો રામદેવસિંહ ગોહિલ, રવિરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ વાઘેલા, યુવરાજસિંહ ગોહિલ, જસમીન ગોસાઈ, કાલાવડિયા હિરેન, કેતન ચાવડા સહિત બહોળી સંખ્યામાં કોલોનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial