Advertisement
Author: નોબત સમાચાર

હોલિવુડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક ટોમ નૂનનના ૭૪ વર્ષની વયે નિધનથી શોક

શાનદાર અભિનય અને અનોખા અંદાજ માટે જાણીતા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૯: હોલિવુડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક ટોમ નૂનનના નિધનના સમાચારથી સિનેમા જગતમાં શોક છે. ૭૪ વર્ષની વયે તેમણે ૧૪ ફેબ્રુઆરીના અંતિમ શ્વાસ લીધા હતા. ટોમ નૂનન તેમના શાનદાર અભિનય અને અનોખા અંદાજ માટે જાણીતા હતા. ખાસ કરીને 'રોબોકોપ-૨' માં તેમની 'રોબોકેન'ની ભૂમિકા અને 'લાસ્ટ એકશન હીરો' જેવી ફિલ્મો દ્વારા તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. ૧૯૮૦માં ફિલ્મ 'વિલી એન્ડ ફિલ'થી અભિનયની શરૂઆત કરનાર ટોમે ચાર દાયકા સુધી ચાલેલી પોતાની કારકિર્દીમાં ૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

ટોમ નૂનનના નિધનની પુષ્ટિ તેમની નજીકની મિત્ર અને સહ-કલાકાર કેરેન સિલાસે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા કરી છે. કેરેને જણાવ્યું હતું કે ટોમ સાથે કામ કરવું તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને આજે પણ એક અભિનેતા તરીકે તેમના જીવન પર ટોમનો પ્રભાવ જોવા મળે છે. ટોમ અને કેરેને ૧૯૯૪ની પ્રખ્યાત ફિલ્મ 'વોટ હેપન્ડ વોઝ'માં સાથે સ્ક્રીન શેર કરી હતી. ટોમ નૂનને માત્ર મોટા પડદા પર જ નહીં, પરંતુ ટીવી પર પણ કામ કર્યું છે.

ટોમ નૂનનની નોંધપાત્ર ફિમોની યાદીમાં મેનહંટર, રોબોકોપ-૨, લાસ્ટ એકશન હીરો, હીટ, વોલ્ફન, અને ધ આલ્ફાબેટ કિલર જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૮૦ થી ૨૦૧૮ સુધી સતત સક્રિય રહેલા આ વેટરન એકટરની વિદાય હોલિવુડ માટે એક મોટી ખોટ સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh