Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધના ભણકારા

આંતરરાષ્ટ્રીય પ્રેસ-મીડિયાના અહેવાલો તથા નિવેદનો જોતા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનું કાઉનટ ડાઉન શરૂ થઈ ગયુ છે. જો કે, પરમાણુ મંત્રણા પર સમગ્ર દુનિયાની નજરો મંડાયેલી છે. જો ઈરાન નહીં માને તો ૩ દિવસમાં મહાયુદ્ધ છંછેડાશે તે નકકી જણાય છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે યુદ્ધની અણી પર પહોંચી ગઈ હોય તેવું લાગી રહૃાું છે. જો જીનીવામાં ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે, તો અમેરિકા આગામી ૩ દિવસમાં ઈરાન પર મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય પ્રેસમીડિયાના વોલ સ્ટ્રીટ જનરલ અને સીબીએસ ન્યૂઝના અહેવાલો અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ મંત્રણાના પરિણામની રાહ જોઈ રહૃાા છે, પરંતુ તેમણે સેનાને એલર્ટ મોડ પર રાખી છે. ટોચના સુરક્ષા અધિકારીઓએ ટ્રમ્પને જાણ કરી છે કે સેના શનિવાર સુધીમાં કોઈપણ હુમલા માટે સજ્જ છે. આ દરમિયાન, પેન્ટાગોને સાવચેતીના ભાગરૂપે મધ્ય પૂર્વમાંથી પોતાના બિનજરૂરી કર્મચારીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી ઈરાનના સંભવિત જવાબી હુમલાથી બચી શકાય.

અમેરિકાના સંભવિત હુમલાને જોતા ઈરાને પોતાની સંરક્ષણ કવચ મજબૂત કરી દીધું છે. ઈરાને 'મોઝેક ડિફેન્સ' વ્યૂહરચના હેઠળ પોતાની કમાન સિસ્ટમ ગોઠવી છે. પરમાણુ સ્થાનોની આસપાસ સુરક્ષા અભેદ્ય બનાવવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી)ની નેવલ યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે.

રશિયાનું એક યુદ્ધ જહાજ પણ ઈરાની સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં સામેલ થયું છે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે. મંગળવારે જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે ત્રણ કલાકની મુલાકાત થઈ હતી.

જોકે વાતચીત સકારાત્મક રહી હોવાનો દાવો છે, પરંતુ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હજુ પણ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી 'રેડ લાઈન્સ' (કડક શરતો) સ્વીકારવા તૈયાર નથી.

ઈઝરાયેલના પૂર્વ ગુપ્તચર વડા અમોસ યાદલિને પણ સંકેત આપ્યો છે કે બંને દેશો સીધા સંઘર્ષની ખૂબ નજીક છે. હવે આખું વિશ્વ શનિવાર સુધીની ગતિવિધિઓ પર નજર રાખી રહૃાું છે. જો રાજદ્વારી રસ્તો નહીં નીકળે, તો મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh