Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવીસ રક્તદાતાઅએ કર્યું રક્તદાન
જામનગર તા. ૧૧: જામનગરની સરકારી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા રક્તદાન એનએસએસ તથા એનસીસીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો. પી.વી. બાણુગોરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કોલેજના અધ્યાપકો તથા સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓ સાથે રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં બાવીસ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. બ્લડ બેંકની ટીમે સેવા આપી હતી. એનએસએસના પીઓ ડો. કૌશિક જોષી, ડો. વિનોદ, એનસીસીના ડો. અંકુર કણસાગરા, ડો. જયંત રાઠોડ, ડો. સુધીર જોષી, જયેશભાઈ જીલડિયા, ડો. જગદીશ વિશ્નોઈ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial