Advertisement
Author: નોબત સમાચાર

મધ્ય પૂર્વનું યુદ્ધ ભયાનકઃ હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ડેથ વેલીઃ ઈરાને બિછાવી માઈન્સ

ટ્રમ્પે ૧૬ બોટો ઉડાવી દીધી હોવાના દાવા સાથે ઈરાનને ફરીથી આપી ચિમકીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે, અને હોર્મુઝ સ્ટ્રેટ ડેથ વેલી બન્યું છે. જો ઈરાન આ માઈન્સ તાત્કાલિક નહીં હટાવે તો તેણે એવા સૈન્ય પરિણામો ભોગવવા પડશે જે તેણે ક્યારેય જોયા નહીં હોય તેવી ટ્રમ્પે ચિમકી આપી છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક વળાંક લીધો છે. અમેરિકા અને ઈઝરાયલના સતત હુમલાઓ સામે નમતું જોખવાને બદલે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે.

તાજેતરના અહેવાલો મુજબ ઈરાને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાં અત્યંત ખતરનાક દરિયાઈ માઈન્સ પ્લાન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાંથી વૈશ્વિક સ્તરે તેલના પૂરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને આ વિસ્તાર હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં ડઝનબંધ સમુદ્રી માઈન્સ પાણીમાં ફેંક્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાન પાસે હજુ પણ ૮૦ થી ૯૦ ટકા માઈન લગાવવાની ક્ષમતાના સાધનો સુરક્ષિત છે, જેનો અર્થ એ છે કે તે સેંકડોની સંખ્યામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરી શકે છે.

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પાસે ઝડપી નૌકાઓ અને કિનારા પરની મિસાઈલ બેટરીઓ છે, જેના દ્વારા તેઓ આખા જળમાર્ગને બ્લક કરી શકે છે. આ જ કારણ છે કે હાલમાં આ રસ્તો વહાણો માટે અત્યંત જોખમી બની ગયો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી દળોએ માઈન્સ પ્લાન્ટ કરતી ઈરાનની ૧૬ બોટને તોડી પાડી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો ઈરાન આ માઈન્સ તાત્કાલિક નહીં હટાવે તો તેણે એવા સૈન્ય પરિણામો ભોગવવા પડશે જે તેણે ક્યારેય જોયા નહીં હોય.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે હર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રહેશે અને અમેરિકા પાસે દરિયામાં બિછાવેલી માઈન્સ શોધવા માટે વિશ્વના શ્રેષ્ઠ સાધનો ઉપલબ્ધ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે વિશ્વભરમાં દરરોજ સપ્લાગ થતા ૧.પ કરોડ બેરલ કાચા તેલ અને ૪પ લાખ બેરલ રિફાઈન્ડ ઈંધણ પર જોખમ ઊભું થયું છે. ઈરાક અને કુવેત જેવા દેશો પાસે તેલની નિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી.

આ કપરી પરિસ્થિતિને જોતા જી-૭ દેશોએ સંકેત આપ્યા છે કે જો તેલની અછત સર્જાશે તો તેઓ બજારમાં વધારાનું તેલ મૂકીને સ્થિતિને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. હાલમાં આ જળમાર્ગ લગભગ બંધ હાલતમાં હોવાથી તેને ડેથ વેલી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh