Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલિયોની દવાને બદલે ઘેનની ગોળી પીવડાવીઃ
જામનગર તા. ૧૨: અમરેલીના એક આધેડ વયના પુરૂષે દ્વારકાથી બસ મારફત પોતાની મુસાફરી શરૂ કરી હતી. ત્યારે તેની બાજુમાં બેસેલા શખ્સે પોલિયોના ઈલાજ માટે દવા પીવડાવી હતી અને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં લાવ્યા પછી આધેડ બેભાન થઈ જતાં તેમના હાથમાંથી બે સોનાની વીટી, એક મોબાઈલ ફોન અને રૂ.૬૬૦૦ની રોકડ રકમ લઈને અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. આમ પોલિયોની સારવારના નામે છેતરપિંડી કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
અમરેલીમાં ચીતલ રોડ પર શ્રીરંગ સોસાયટીમાં રહેતા લલીતભાઈ બાબુભાઈ ગણાત્રા ગઈ તા.૯ના દ્વારકા આવ્યા હતા અને સવારે ઘરે પરત ફરવા માટે દ્વારકાથી બસમાં મુસાફરી શરૂ કરી હતી. આ સમયે તેની બાજુમાં બેસેલા શખ્સે હિન્દીમાં પૂછ્યું હતું કે, હાથ કેમ આમ રહે છે એટલે જણાવ્યું હતું કે, મને જન્મથી પોલિયો છે જેથી આ અજાણ્યા શખ્સે પોતાના થેલામાંથી દવા કાઢીને લલીતભાઈને જામનગરના બસ ડેપોમાં પીવડાવી હતી અને ત્યારપછી અજાણ્યો શખ્સ વધુ સારવાર માટે લલીતભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયો હતો અને સોનોગ્રાફી રૂમ પાસે બેસાડીને આપ થોડીવાર આરામ કરો તેમ કહ્યું હતું. આ પછી લલીતભાઈ થોડી ક્ષણોમાં બેભાન થઈ ગયા હતા અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમના હાથમાં પહેરેલી બે સોનાની વીટી, ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને રૂ.૬૬૦૦ની રોકડ રકમ સાથે ગુમ હતી. જ્યારે આરોપી પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આથી પોતાની સાથે પોલિયોની દવાના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાનંુ જણાતા ગઈકાલે તા.૧૧ના લલીતભાઈ બાબુભાઈ ગણાત્રાએ અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. એમ.વી. મોઢવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial