Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં ભૂચર મોરી શહીદ સ્મારકમાં યોજાનારા
ધ્રોલ તા. ૧૨: ધ્રોલમાં આવેલ ભૂચર મોરી શહીદ સ્મારકમાં દર વર્ષે યોજાતા શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે તાજેતરમાં ઊભા થયેલા મતભેદો અંગે ડો.જયેન્દ્રસિંહ જાડેજા અને પી.ટી.જાડેજા દ્વારા સ્પષ્ટતા કરી સમાજના વિશાળ હિતોને ધ્યાને રાખી ગેરસમજ દૂર કરી યુવા વર્ગની નારાજગીનો સુખદ અંત લાવેલ છે. યુવા વર્ગ અને રાજપૂત ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થા તેમજ ધ્રોલ તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનોની બહોળી ઉપસ્થિતિમાં ૩૪મો ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની ભવ્ય સફળતામાં સર્વેના યોગ્ય સાથ-સહકાર અને સહયોગની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં આવશે. તેવો નિર્ધાર આપ્યો હતો.
આ મુદ્દે ભાઈઓના સૂચનો અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, રૂદ્રદત્તસિંહ વાઘેલા, નિરુભા ઝાલા તથા પી.ટી. જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વસંમતિથી નિર્ણયો લેવાયા અને સૌએ આવનારા કાર્યક્રમમાં એકતા અને ઉત્સાહ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. પરિણામે, આગામી ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કરણી સેના, મહાકાલ સેના તેમજ જિલ્લાના રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ ઉત્સાહભેર જોડાશે અને કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવશે તેવું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial