Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષ પહેલાં પોલીસમાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગરના ગ્રામ્ય પંથકમાં રહેતી સાડા પંદર વર્ષની સગીરા પર ત્રણ વર્ષ પહેલાં દુષ્કર્મ ગુજારાતા આ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે બાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. આરોપી પૈકીના બે આરોપીનો ખાસ પોક્સો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ગ્રામ્ય ૫ંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગઈ તા.૨૬-૭-રરના દિને પેટમાં દુખાવો થતાં તબીબ પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે આ સગીરાને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા તેણીના પરિવારે સગીરાની પૂછપરછ કરી હતી. જેમાં હરપાલસિંહ જાડેજા ઉર્ફે હપલી નામના શખ્સે પરિચયમાં આવ્યા પછી મોબાઈલમાં વાતચીતનો સંબંધ કેળવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું હતું.
આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ફોરેસ્ટના કર્મચારી ડાયાભાઈ મનજીભાઈ, કારાભાઈ જાદાભાઈ સહિતના બાર આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી પૈકીના ડાયાભાઈ મનજીભાઈ પરમાર, કાળુભાઈ જાદાભાઈ પડસારીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ કિરણભાઈ બગડા, જે.ડી. ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial