Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ સપ્ટેમ્બર, બુધવાર અને ભાદરવા વદ ત્રીજનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને કાર્યક્ષેત્રે ધીમે-ધીમે સરળતા થતી જાય. વાદ-વિવાદથી સંભાળવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

જુના મિત્ર કે સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ  શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીના કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં ધીમે-ધીમે સરળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતા આનંદ રહે. સંતાનથી  હર્ષ-લાભ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યાં કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું  પડે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

 

Leo (સિંહ: મ-ટ)

માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક કામકાજ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશ, સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાઈ-ભાંડુંનો  સાથ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા રહે. ઉચાટ-ઉદ્વેગમાં  સમય પસાર થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૯-૩

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. સંતાનના કામમાં આપને સાનુકૂળતા મળી  રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો  નહીં.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતા રાહત  જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની  ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh