Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે સતત બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં શરૂઆત તેજી જોવા મળી હતો.સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૦૫ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૨૩ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૯૪૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.શેરોમાં આજે ફંડો, મહારથીઓએ સતત સેન્સેક્સ, નિફટી બેઝડ મોટા ઉછાળાના પરિણામે અને એ ગુ્રપના પસંદગીના હેવીવેઈટ શેરોમાં આકર્ષ રહયું હતું.
પહેલગામ-કાશ્મીરમાં આતંદવાદી હુમલાના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વના ટેન્શન છતાં કોર્પોરટ ઈન્ડિયાના અપેક્ષાથી સારા ત્રિમાસિક રિઝલ્ટ અને વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વમાં સુલેહની શકયતા અને રશિયા-યુક્રેન યુદ્વ વિરામના સંકેતે આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધારણાથી સારા રિઝલ્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત મોટી ખરીદીના પીઠબળે આજે ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી રહી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં બે દિવસ આક્રમક તેજી બાદ આજે પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યા છતાં ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. શેરોમાં આજે સતત તેજીના પરિણામે પસંદગીના શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે વધારો જોવા મળીયો હતો.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ઈન્ડીગો, ભારતી ઐરટેલ, લાર્સેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી એએમસી, એસબીઆઈ કાર્ડ્સ, ટાટા કોમ્યુનિકેશન, હવેલ્લ્સ, એક્સીસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટસ જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં લ્યુપીન, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, ગ્રાસીમ, એચડીએફસી બેન્ક, એસીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટીસીએસ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૬% વધીને અને નેસ્ડેક ૦.૧૦% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૧ અને વધનારની સંખ્યા ૨૦૫૪ રહી હતી,૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત વિદેશી કંપનીઓને તેના પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં (ન્યુક્લિયર પ્લાન્ટ્સ) ૪૯% સુધીનો હિસ્સો લેવાની મંજૂરી આપી શકે છે.કારણ કે નવી દિલ્હી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા માટે તેના સૌથી વધુ રક્ષિત ક્ષેત્રને ખોલવાની યોજના બનાવે છે. સરકારે ૨૦૨૩થી તેના પરમાણુ વિદેશી રોકાણના માળખાને બદલવાની વિચારણા કરી છે. જો કે, ભારત કાર્બન-સઘન કોલસાને ઉર્જાના સ્વચ્છ સ્ત્રોતો સાથે બદલવા માંગે છે ત્યારે પરમાણુ ક્ષમતા વધારવાની જરૂરિયાત બની ગઈ છે.આ ક્ષેત્રના રોકાણમાં યુએસ સાથે ટેરિફ વાટાઘાટોને વેગ આપવાની સંભાવના છે. ૨૦૦૮ માં, યુએસ સાથેના નાગરિક પરમાણુ કરારમાં યુએસ કંપનીઓ સાથે અબજો ડોલરના સોદાઓ પૂરા પાડવામાં આવ્યા હતા.
ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૯૫૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૫૮૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૩૪૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૭૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૫૩૬૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મેં સિલ્વર રૂ.૯૬૩૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૬૩૮૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૬૨૪૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૧૯ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૯૬૨૪૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
કોટક મહિન્દ્રા બેન્ક (૨૨૪૫) : મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૨૨૨ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૫૫ થી રૂ.૨૨૬૭ સુધી તેજી તરફી ધ્યાન...!!!
ભારતી ઐરટેલ (૧૮૪૫) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૫૩ થી રૂ.૧૮૬૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
સિપ્લા લીમીટેડ (૧૫૪૦) : ૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૨૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૫૧ થી રૂ.૧૫૬૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૮૩) : રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
અદાણી પોર્ટસ (૧૨૧૨) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૦૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૨૧ થી રૂ.૧૨૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.