Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ આવી નથી !
લંડન તા. ૧: બ્રિટન સંસદીય સમિતિએ શરમજનક હરકત કરીને ખાલિસ્તાનનું સમર્થન કર્યું છે, ભારતને ૧૨ દમનકારી દેશોની યાદીમાં ઉમેર્યું છે.
બ્રિટનની એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા-ધમકાવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રિપોર્ટ સાથે સમિતિએ પુરાવા પણ રજૂ કર્યા છે.
રિપોર્ટનું નામ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઇન ધ યુકે છે. જેમાં બ્રિટનમાં વિદેશી સરકારોની ગતિવિધિઓને માનવાધિકારો માટે જોખમી જણાવાયા છે. આ સાથે જ બ્રિટનની સરકારે તેના પર કાર્યવાહીની માંગ કરી છે. આ ૧૨ દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાન, મિસ્ત્ર, રશિયા, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, તુર્કીયે, રવાંડા અને ઇરિટ્રિયા સામેલ છે.
ભારતે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવામાં ભારતના સંદર્ભમાં શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો ઉલ્લેખ છે. આ ખાલિસ્તાન સમર્થન સંગઠન છે, જેને ભારતે યુએપીએ હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કર્યું છે.
આ સંસદીય સમિતિમાં બ્રિટનમાં અનેક પાર્ટીઓના સાંસદ છે અને આ સમિતિ બ્રિટનની અંદર માનવાધિકારો સાથે જોડાયેલા કેસની તપાસ કરે છે. સમિતિના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેને વિશ્વસનીય પુરાવા મળ્યા છે કે, અનેક દેશના યુકેની ધરતી પર આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ છે, જે લોકો પર ગંભીર પ્રભાવ પાડે છે. તેનાથી લોકોમાં ડર વધી રહૃાો છે, તેમના બોલવા અને ફરવાની આઝાદી પર રોક લગાવે છે.
બ્રિટનની સુરક્ષા એજન્સી એમ૧૫ ની તપાસમાં આવા કેસમાં ૨૦૨૨ બાદ ૪૮ ટકાનો વધારો થયો છે. એ પણ જણાવવામાં આવ્યું કે, અમુક દેશ ઇન્ટરપોલના નિયમોનો દુરૂપયોગ કરી રહૃાા છે. તેમાં ચીન, રશિયા અને તુર્કીયેનું નામ સૌથી ઉપર છે. પરંતુ, ભારત અને અમુક અન્ય દેશો પર પણ આવો આરોપ લાગેલો છે. સમિતિએ બ્રિટિશ સરકારના આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે. જેથી, માનવાધિકારોનું રક્ષણ થઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial