Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-અમેરિકાના સંબંધોની ખટાશ આવી સપાટી પર
વોશિંગ્ટન તા. ૧: ટ્રમ્પના ટેરિફ સામે ભારતે જવાબ આપતા અમેરિકન એફ-૩પ વિમાન ખરીદવાનો સોદો મોકૂફ રાખ્યો હોવાનું જાણવા મળે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે રપ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ત્યારથી બન્ને દેશ વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે તેના માટે ભારતના ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી હતી.
જો કે, ટ્રમ્પના એક પછી એક આરોપ અને પ્રહાર વચ્ચે ભારતે અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપતા એફ-૩પ ફાઈટર જેટ ખરીદવાનો સોદો મોકૂફ રાખવાનો નિર્ણય લીધાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ભારતે એક રીતે બદલો લીધો છે અને અમેરિકાને કહ્યું છે કે, તેને હવે એફ-૩પ સ્ટીલ્થ ફાઈટર જેટ ખરીદવામાં કોઈ રસ નથી.
બ્લમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ પ્રસ્તાવ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આપ્યો હતો.
સંરક્ષણ સોદાઓમાં ભારતની પ્રાથમિક્તા હવે સ્વદેશી ડિઝાઈન અને ઉત્પાદન પર કેન્દ્રિત છે. મોદી સરકાર હવે એક એવા સંરક્ષણ મોડેલની શોધમાં છે જે 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરને મહત્ત્વ આપે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ભારત સરકાર ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાત પર તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી નહીં કરે પણ તેના બદલે વ્હાઈટ હાઉસને શાંત કરવા માટે વૈકલ્પિક પગલાં લેવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર અસંતુલનને ઘટાડવા માટે અમેરિકા પાસેથી તેની કુદરતી ગેસ આયાત, સંદેશાવ્યવહાર સાધનો અને સોનાની ખરીદી વધારવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial