Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-નાગેશ્વર માર્ગ ઉબડ-ખાબડ હોવાથી હજારો તીર્થયાત્રીઓ પરેશાનઃ એમ્બ્યુલન્સો કેમ દોડી શકે...?

ડબલ એન્જિન સરકારના બેવડા ધોરણો કેમ...?

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: દ્વારકાથી નાગેશ્વર જ્યોર્તિલીંગ જતા રસ્તાની બિસ્માર હાલત તથા ઠેરઠેર ગાબડાથી તીર્થયાત્રીઓને ભારે હાલાકી પડી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દેશના પ્રથમ તીર્થસ્થાનોમાં ગણાતા અને બાર જ્યોર્તિલીંગ પૈકીના દ્વાદશ જ્યોર્તિલીંગ નાગેશ્વર યાત્રાધામ જવાનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શને દર વર્ષે લાખો તીર્થયાત્રીઓ આવતા હોય, દ્વારકા દર્શન સર્કિટમાં ગણાતા નાગેશ્વર યાત્રાધામની મુલાકાત પણ મહદ્અંશે લેતા હોય છે.

દ્વારકા યાત્રાધમથી નાગેશ્વર જ્યોર્તિલીંગ જતા ૧૬ કિ.મી.ના રસ્તા પર છેલ્લા સમયમાં પડેલા વ્યાપક વરસાદ બાદ ઠેરઠેર રોડનું ધોવાણ અને ગાબડા સાથે ઉબડખાબડ રસ્તો બની ગયો હોય, અહીં દર્શને જતા તીર્થયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તીર્થસ્થાનોની મુલાકાતે આવતા તીર્થયાત્રીઓમાં મહદઅંશે સિનિયર સિટિઝન યાત્રીકો આવત હોય, આ હાઈવે રોડની બિસ્માર હાલતને લીધે માત્ર ૧૬ કિ.મી.નું અંતર કાપવામાં જ સમગ્ર લાંબા અંતરની મુસાફરી જેટલા થાક સાથે હાડકા દુઃખી જાય તેવો અનુભવ થાય છે.

દ્વારકા-નાગેશ્વર વચ્ચે ૧પ જેટલા ગામડાઓને જોડતો પ્રમુખ માર્ગ હોય, સ્થાનિકોને પણ પારાવાર સમસ્યા થાય છે. પ્રસુતા અને ગંભીર બિમારીથી પિડાતા લોકો માટે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પણ આ ઉબડખાબડ રસ્તાનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે.

એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો સાથે પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવો અભિગમ ધરાવતી કેન્દ્ર અને રાજયની ડબલ એન્જિનની ભાજપની સરકાર દરરોજ હજારો યાત્રીકોના આવાગમન ધરાવતા બે પ્રમુખ યાત્રાધામો વચ્ચેના રસ્તાને દુરસ્તીકરણમાં બેવડા ધોરણો કેમ અપનાવતી હશે...? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh