Advertisement
Author: નોબત સમાચાર

દેશભરમાં સુવિધાજનક સબ-વે બનાવાના રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો તંત્રોને નિર્દેશ

ટ્રેક પસાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ રોકવા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: દેશભરમાં સુવિધાજનક સબ-વે બનાવવા માટે રેલ મંત્રીએ તંત્રોને નિર્દેશ આપ્યો છે. રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર આ રેલ સબ વેથી રોક લગાવાશે. ટ્રેકની આરપાર આ સુગમ સબ-વેનું નિર્માણ માત્ર ૧૨ કલાકમાં કરી શકાશે.

રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓને અટકાવવા હવે રેલવે મિશન મોડમાં રોકશે. અને આ માટે સુવિધાજનક સબ વે બનાવાશે. મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં સંબંધિત અધિકારીઓ સાથે વર્કશોપ યોજી હતી, તેમાં દેશભરમાં  રેલવે ટ્રેકની એક બાજુ વસાહત છે અને બીજી બાજુ ખેતર, શાળા, સ્મશાન અથવા અન્ય ઉપયોગી અને મહત્વપૂર્ણ સ્થળો છે, તેવા સ્થળોએ આ રેલવે સબ વે બનાવવાનો રેલ મંત્રીએ નિર્દેશ આપ્યો છે,

રેલ મંત્રીએ અધિકારીઓને એવી સુવિધાજનક રેલવે સબ વે બનાવવાની સૂચના આપી કે જે રેલવે ટ્રેક પાર કરતા લોકો માટે જીવનદાયી વિકલ્પ બની શકે. આ સબ વે બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે સામાન્ય માણસ સાયકલ, મોટરસાયકલ તથા રોજગાર સંબંધિત અન્ય સામાન સાથે સરળતાથી પસાર થઈ શકે. આથી દેશભરમાં રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓમાં ઘટાડો થશે. દેશની મોટી જનસંખ્યા માટે ભારતીય રેલના આ સબ વે આશીર્વાદ સમાન સાબિત થશે.

રેલ મંત્રીએ અધિકારીઓને આ મોટી સમસ્યાથી આગામી ૫-૬ વર્ષમાં મુક્તિ અપાવવા કહૃાું છે. આ સબ વે એવી રીતે બનાવવામાં આવશે કે રેલવે ટ્રેકની આરપાર તેનું નિર્માણ માત્ર ૧૨ કલાકમાં શક્ય બને. રેલ મંત્રીએ કહૃાું કે ડિઝાઇન એવી હોવી જોઈએ કે લોકો તેને ઉપયોગમાં લેવા માટે સંકોચ થાય નહીં અને પાણી ભરાવાથી સબ વે પ્રભાવિત ન થાય.

રેલવે સબ વે બનાવવાનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છેલ્લા ઘણા દિવસોથી અધિકારીઓ સાથે ચાલી રહેલી ચર્ચા-વિચારણાનું પરિણામ હોવાનું બેઠક દરમિયાન જણાવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh