Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસ પહેલાં બસ સ્ટેન્ડ પાસેથી ઉઠાવ્યું હતું:
જામનગર તા. ૨૧: કાલાવડના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી થોડા દિવસ પહેલાં બાઈક ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે તપાસ દરમિયાન ખંઢેરા પાસેથી એક પરપ્રાંતીય ખેતમજૂરને દબોચી લીધો છે. તેણે ચોરીની કબૂલાત આપી ચોરાઉ બાઈક કાઢી આપ્યું છે. આ શખ્સ સામે વાહનચોરીના પાંચ ગુન્હા નોંધાયેલા છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી થોડા દિવસ પહેલાં એક આસામીના મોટરસાયકલની ચોરી થઈ ગઈ હતી. જેની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પીઆઈ પનારા તથા સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી હતી.
તે દરમિયાન કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા એક શખ્સના સગડ મળ્યા હતા અને આ શખ્સ જામનગરથી કાલાવડ તરફ આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ખંઢેરા ગામની ગોળાઈમાં વોચ રાખતા ત્યાંથી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જામનગર તાલુકાના બગવદર ગામમાં ખેતમજૂરી કરતા દીપક રેમસિંગ બામણીયા ઉર્ફે નાનકો નામનો શખ્સ મળી આવ્યો હતો.
આ શખ્સ પાસે રહેલા જીજે-૧૦-એએસ ૧૪૮૪ નંબરના બાઈક અંગે પૂછપરછ કરાતા તેણે આ વાહન ટોડામાંથી ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂા.૧પ હજારનું બાઈક કબજે કરી નાનકાની ધરપકડ કરી છે. આ શખ્સ સામે કાલાવડ ઉપરાંત ધ્રોલ, મોરબી તથા પડધરીમાં કુલ પાંચ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial