Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના વેપારી સાથે રૂા.૮ લાખ ૮૩ હજારની છેતરપિંડી આચરનાર ભાણવડના શખ્સ સામે ફરિયાદ

અગાઉના ૧પ લાખ ચૂકવી બાકીની રકમ ન આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: રાજકોટના એક વેપારી પાસેથી દોઢ-બે વર્ષથી માલ ખરીદતા રહેતા ભાણવડના એક વેપારીએ રૂા.૮ લાખ ૮૩ હજાર ન ચૂકવી વિશ્વાસઘાત કરતા તેની સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ કરાઈ છે. રાજકોટ શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રીકની દુકાન ચલાવતા નેહલભાઈ હરસુખભાઈ વૈદ્ય નામના વેપારી પાસેથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રહેતા નરેશ રામાભાઈ ગોજીયા નામના શખ્સે જુદા જુદા સમયે કેટલોક માલસામાન ખરીદ્યા પછી પૈસા જમા કરાવવા, બાકી રખાવવાનો સિલસિલો શરૂ કરી વિશ્વાસ જીત્યો હતો.

ત્યારપછી નરેશે રૂા.૨૪ લાખ ઉપરાંતનો માલ ગયા સપ્ટેમ્બર મહિનામાં ખરીદી તેમાંથી રૂા.૧પ લાખ ઉપરાંતની રકમ જમા કરાવી હતી અને બાકીના રૂા.૮ લાખ ૮૩ હજાર ચૂકવવાની બદલે ઠાગાઠૈયા કરતા નરેશ ગોજીયાએ વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh