Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજાર ખૂલતાની સાથે જ જોરદાર તેજીઃ
મુંબઈ તા. ૧૧: વાયદા બજારમાં ફરી તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં એક ઝાટકે રૂ।. ૮ર૯૦ નો ઉછાળો આવ્યો છે, તો સોનું પણ રૂ।. ૧૬૦૦ મોંઘું થયું છે.
ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ સાથે જોરદાર તેજી જોવા મળી છે. બજાર ખૂલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે. સોનાના ભાવમાં આજે રૂ।. ૧,૬૩૩ નો જંગી વધારો નોંધાયો છે.
અગાઉના રૂ।. પ૬,૮૦૩ ના બંધ ભાવની સામે આજે બજાર રૂ।. પ૮,૪૩૬ પર ખૂલ્યું હતું જે તેનું આજનું હાઈ લેવલ રહ્યું છે, જ્યારે ટ્રેડીંગ દરમિયાન સોનું રૂ।. ૧,પ૭,૮૦૮ ની નીચલી સપાટી સુધી ગયું હતું.
હાલમાં ૧,પ૮,૦૦૦ ની આસપાસ જ સોનું ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં સોના કરતા પણ વધુ તેજી જોવા મળી છે. ચાંદીમાં આજે રૂ।. ૮,ર૯૦ નો તોતિંગ ઉછાળો આવ્યો છે. ચાંદી અગાઉના રૂ।. ર,પર,પ૪૮ ના બંધ ભાવની સામે આજે રૂ।. ર,પ૭,૯૩૮ ના ભાવે ખૂલી હતી. જોતજોતામાં ચાંદી વધીને રૂ।. ર,૬૦,૮૩૮ ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ હતી.
નિષ્ણાતોના મતે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ભૌગોલિક તણાવ અને વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની વધતી માગને કારણે કિંમતોમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, ડોલરના મૂલ્યમાં ફેરફાર અને ભારતીય ગોલ્ડ ઈટીએફમાં વધતા રોકાણના પ્રવાહે પણ બજારને તેજી તરફ ધકેલ્યું છે. સોના અને ચાંદીમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે હવે જ્વેલરી ખરીદનારાઓ માટે ખિસ્સું હળવું કરવું પડશે, જ્યારે રોકાણકારો માટે નફો મેળવવાની સારી તક ઊભી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial