Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ અનેક સ્થળે રાજપૂતો તથા અન્ય જ્ઞાતિઓમાં પણ પરંપરાગત સાફો-પાઘડી પહેરાવનારને લગ્ન પ્રસંગે શોધીને લાવવામાં આવે છે.
પરંપરાગત સાફો પહેરવામાં નિષ્ણાત મનાતા પ્રૌઢ વયના મુસ્લિમ ગૌસેવક હાસમભાઈ મતવા વર્ષોથી સાફાના પરંપરાગત પહેરવેશ માટે જાણીતા છે. તેમણે જણાવેલ કે હવે આ પરંપરા ઓછી થઈ ગઈ છે. પહેલા તો તમામ જાનૈયા સાફા પહેરતા, પણ હવે વરરાજા કે તેના વેવાઈઓ પહેરે છે. પણ સાફો પાઘડીથી આંટી વાળીને માથામાં પાંચ મીટરની સાડીને વ્યવસ્થિત ગોઠવીને તેમાં શોભારૂપ પાઘડીનો છેડો ફૂમતું રાખવું એ વિશિષ્ટ કળા છે. અને હાથેથી બાંધેલ સાફો કલાકો સુધી છુટતો નથી. તેને વાળીને ઘડી કરીને ગોઠવવામાં આવે છે.
અત્યારે પણ ખંભાળીયા જ નહીં, જિલ્લાના તમામ શહેરો-ગામોમાં પાઘડી-સાફો એ વિશિષ્ટ સન્માનનું પ્રતિક માનવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial