Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસમાં બસ્સોથી વધુ લોકો જોડાયા

શહીદ દિવસ નિમિત્તે બાઈકરેલી યોજી ભગતસિંહની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણઃ

                                                                                                                                                                                                      

યુવક કોંગ્રેસ અને શહેર-જિલ્લાની કારોબારી તથા એન.એસ.યુ.આઈ. શહેર હોદ્દેદારોના નામની અને તમામ કોલેજમાં કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. રપ૦ થી વધુ યુવકો શહેર કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.માં જોડાયા હતાં. જામનગર શહેર-જિલ્લા યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ.ના શહેર તથા અલગ અલગ કોલેજના નવા હોદ્દેદારોની નિમણૂકો અંગે તા. ર૩ માર્ચના શહીદ દિવસે સર્કિટ હાઉસમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નામો જાહેર કરવામાં આવ્યા હતાં. યુવક કોંગ્રેસની કુલ ૩૧ યુવાનોની કારોબારી જાહેર કરવામાં આવી હતી અને એન.એસ.યુ.આઈ.ની ૧પ વિદ્યાર્થીઓની કારોબારી થતા તમામ કોલેજમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ પછી સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે નીકળી હવાઈચોક પહોંચ્યા હતાં અને ત્યાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જડેજા, વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા, અને આનંદ ગોહિલ, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, એન.એસ.યુ.આઈ. શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દેવરાજભાઈ ગોહિલ, વિધાનસભા પ્રમુખો જાવેદભાઈ ખફી, દર્શનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh