Advertisement
Author: નોબત સમાચાર

રિફ્યુલિંગ પ્લેન કે.સી.-૧૩૫ ક્રેશ

અમેરિકન સેનાના "ઉડતા પેટ્રોલપંપ" સમુ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૩: ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. હવામાં ઈંધણ ભરતું કે.સી-૧૩૫ પ્લેન ક્રેશ થતા પાંચ ક્રૂ મેમ્બર્સ લાપતા બન્યા છે, જેની શોધખોળ ચાલી રહી છે.

મિડલ ઈસ્ટમાં ઈરાન વિરૂદ્ધ ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે અમેરિકાની સેના માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાક પર ઉડાન ભરી રહેલું અમેરિકાનું એક વિશાળ મિલિટરી રિફયુલિંગ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં પાંચ ક્રૂ મેમ્બરો સવાર હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઈરાન વિરૂદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમ્યાન અમેરિકાનું કેસી-૧૩૫ રિફયુલિંગ વિમાન ઈરાકમાં ક્રેશ થયું છે . આ વિમાન હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતુ હતું. દુર્ઘટના સમયે વિમાનમાં પાંચ ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમને શોધવા માટે હાલમાં મોટા પાયે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અમેરિકન સેનાએ સ્પષ્ટતા કરી છે કે અકસ્માત દુશ્મન દેશના કોઈ હૂમલા કે ફ્રેન્ડલી ફાયરને કારણે થયો નથી. સેનાના નિવેદન મુજબ, તે સમયે બે વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેમાંથી એકનું સુરક્ષિત લેન્ડિંગ થયુું છે, જ્યારે બીજું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હાલમાં આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ૨૮ ફેબ્ર્આરીથી ઈરાન વિરૂદ્ધ શરૂ થયેલા આ સૈન્ય ઓપરેશનમાં અમેરિકન સેનાને સતત ફટકો પડી રહ્યો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે આશરે ૧૫૦ જેટલા જવાનો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. ઈરાક અને અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર થઈ રહેલા હૂમલાઓએ ટ્રમ્પ પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh